વિરોધ:દાહોદ પાલિકાએ વોટર વર્કસમાં સભા રાખતા કોંગી સભ્યનો વિરોધ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિયમના ઉલ્લંઘનો આક્ષેપ, બોયકોટ કરી કોર્ટ કાર્યવાહીની ચીમકી

દાહોદ નગર પાલિકા દ્વારા તારીખ 20 મેના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ સામાન્ય સભા પાલિકા કચેરીના સ્થાને પાલિકાના સેન્ટ્રલ વોટર વર્કસમાં રાખવામાં આવતાં કોંગ્રેસના સુધરાઇ સભ્યોએ તેનો વિરોધ નોંધાવ્યો છે. આ સામાન્ય સભા મોકુફ રાખવા માટે લેખિત અરજી કરવા સાથે જો આમ નહીં કરાય તો સભાના બાયકોટ સાથે કોર્ટ કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દાહોદ નગર પાલિકા દ્વારા ત્રિમાસિક સામાન્ય સભા 20મી તારીખે નગર પાલિકાના સેન્ટ્રલ વોટર વર્કસ ખાતે સાંજના પાંચ વાગ્યે રાખવામાં આવી છે. આ બાબતનો કોંગ્રેસના સુધરાઇ સભ્ય કાઇદ ચુનાવાલાએ લેખિત અરજી કરીને તેનો વિરોધ નોંધાવ્યો છે. તેમાં અન્ય કોંગી સુધરાઇ સભ્યોમાં વિરોધ પક્ષના ઉપનેતા લક્ષ્મીબેન ભાટ, ઇસ્તિયાક સૈયદ અને તસ્નીમ નલાવાલા અને કલાબેન ભાભોરે પણ હસ્તાક્ષર કર્યા છે.

વિરોધ દર્શાવતી અરજીમાં જણાવાયુ છે કે, નગ૨ પાલિકા અધિનિયમની કલમ 51 મુજબ નગ૨ પાલિકાની દરેક બેઠક જે તે નગરપાલિકા મ્યુનીસીપલ કચેરી તરીકે વપરાતી હોય તે ઈમારતમા જ રાખવાનો નિયમ હોવા છતા ગે૨કાયદેસ૨ નગરપાલિકાના અધિનિયમના ઉ૫૨ વટ જઈને અન્ય સ્થળે બેઠકનું આયોજન કરાયુ છે.

જેથી ગેરકાયદેસર રાખેલી ત્રિમાસિક સામાન્ય સભા તાત્કાલીક અસરથી રદ કરી તેની જાણકારી નગરપાલિકાના કાયદેસર ચુંટાયેલા તમામ સદસ્યોને આપવા વિનંતી છે. જો તેમ કરવામા નહીં આવે તો અમો વિરોધ પક્ષના તમામ સદસ્યોને ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન ક૨વાની અને આ સામાન્ય સભા બાયકોટ ક૨વાની અને ન્યાય માટે નામદાર કોર્ટનો આશરો લેવાની ફ૨જ પડશે.

અન્ય સમાચારો પણ છે...