તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામા આજે કોરોનાના માત્ર ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, 16 દર્દીઓએ કોરોનાને માત આપી

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ અર્બનમાંથી 01 અને દાહોદ ગ્રામ્યમાંથી 02 કેસ નોંધાયા

દાહોદ જિલ્લામાં આજે માત્ર કોરોનાના 03 પોઝિટિવ કેસ નોંધાયાં છે. પરમ દિવસે એક પણ કેસ નહોતો નોંધાયો જ્યારે ગઈકાલે 09 અને આજે 03 કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ પણ આરંભ દીધી છે.

RTPCR ના 1456 પૈકી 0 અને રેપીડ ટેસ્ટના 680 પૈકી 03 કોરોના પોઝિટિવ કેસ આજે નોંધાયાં છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી 01 અને દાહોદ ગ્રામ્યમાંથી 02 કેસનો સમાવેશ થાય છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં આજે શુન્ય કેસ નોંધાયાં છે. આજે પણ કોરોનાથી એકપણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. આજે વધું 16 દર્દીઓએ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

દાહોદ જિલ્લામાં ઘટતાં કોરોનાના કેસો અને કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી 104 લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કુલ આંકડો સાત હજાર 92ને પાર થઈ ગયો છે. ત્યારે કુલ મૃત્યુઆંક 338ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...