તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળમજૂરોને મુક્ત કરાવાયા:દોઢ વર્ષમાં આકસ્મિક 26 રેડમાં માત્ર એક જ બાળમજૂર ઝડપાયો

દાહોદ3 મહિનો પહેલાલેખક: સચિન દેસાઈ
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લાની 41 સંસ્થાઓને નોટિસ પાઠવવા સાથે 14 વર્ષથી નાની વયે કામ કરતા 11 બાળમજૂરોને મુક્ત કરાવાયા

દાહોદ શહેર અને જિલ્લાભરમાં ચા- નાસ્તાની અનેક રેંકડીઓ સહિત અન્ય મજુરીકામમાં અગાઉ ખુલ્લેઆમ જોવાતી બાળમજુરીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.દાહોદ જિલ્લામાં તા.1.1.’20 થી તા.31.5.’21 ના 17 માસમાં તંત્ર દ્વારા કુલ 26 આકસ્મિક રેઈડ કરતા માત્ર 1 બાળમજુરીનો કેસ ઝડપાતા તેને મુક્ત કરાવવામાં આવ્યા છે. તો જાન્યુઆરી-2017 થી મે-2021 ના 53 માસના સમય દરમ્યાન બાળ અને તરૂણ શ્રમયોગી અધિનિયમ હેઠળ જિલ્લાની 41 સંસ્થાઓને નોટીસ પાઠવવા સાથે આ સમયગાળામાં 14 વર્ષથી નાની વયે કામ કરતા 11 બાળમજુરોને મુક્ત કરાવાયા છે.

દાહોદ શહેરમાં ખાસ કરીને સ્ટેશન રોડ વિસ્તારમાં નાની નાની વયના બાળકો ભિક્ષા માગતા નજરે ચડે છે તો આ દિશામાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી થાય અને બાળકો આ ઉંમરથી ભિક્ષા માંગવા કે મજૂરી કરવા બદલે અભ્યાસ કરી સારા નાગરિક બને તેવું પણ આયોજન થાય તે જરૂરી બન્યું છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ 12 જૂને વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ હતો તે દિવસે દાહોદ જિલ્લા શ્રમ અધિકારી કચેરી દ્વારા બાળમજુરી સંદર્ભે જાગૃતિ અર્થે જિલ્લામાં કોઈપણ કાર્યક્રમ યોજાયો ન હતો.

19 વર્ષથી 12 જૂને બાળ મજૂરી વિરોધ દિન ઉજવાય છે
આંતરરાષ્ટ્રીય સ્તરે બાળમજૂરી ક્ષેત્રે લોકજાગૃતિ લાવવા અર્થે ઈ.સ. 2002 થી 12 જૂને વિશ્વ બાળમજૂરી વિરોધ દિન મનાવવામાં આવે છે. શાળાએ જવા કે રમવા-કૂદવાની જગ્યાએ શ્રમનું કામ કરવા માટે કેટલાય બાળકો મજબૂર બને છે. આવી બાળમજૂરી વિરુદ્ધ જાગરૂકતા ફેલાવવા અને 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને મુક્તિ અપાવવા આ દિવસે અનેક કાર્યક્રમો યોજાય છે.

બાળમજૂરોમાં વ્યસનનું પ્રમાણ ઝડપથી વધે છે
દાહોદ શહેર અને જિલ્લામાં ચા- નાસ્તાની અનેક લારીઓ, હોટલો કે મકાન બાંધકામમાં બાળમજુરો જોવા મળે છે. આનું મુખ્ય કારણ આ બાળમજુરો, મોટા મજુરો કરતાં મજુરીકામમાં સસ્તા પડે છે. જોકે નાની વયે મજુરીમાં જોતરાઈ જવાથી અભ્યાસથી વંચિત રહેવા સાથે તેઓ પોતે કમાતા થઈ જતા તેમનામાં નાની વયથી જ વિવિધ વ્યસનોની કુટેવ પણ પડી જાય છે.

દાહોદ જિલ્લામાં બાળ મજૂરોનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે
અનેક ગ્રામ્ય વિસ્તારોથી ઘેરાયેલ શહેર અને જિલ્લા દાહોદમાં થતી બાળમજુરીનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયમાં
અંતરિયાળ વિસ્તારોમાં પણ ભણતર વધવા સાથે જાગૃતિ આવતા ચોક્કસપણે ઘટ્યું છે. 2021 ના આ પાંચ મહિનામાં
અમે 13 આકસ્મિક રેડ કરી પણ બાળમજુરીનો એકેય કિસ્સો નોંધાયો નથી. અમારા પ્રયત્ન છે કે આગામી વર્ષોમાં દાહોદ જિલ્લો બાળમજુરીથી મુક્ત હશે!>ડૉ પ્રિયંકા બારિયા, જિલ્લા શ્રમ અધિકારી

મુક્ત કરાવવામાં આવેલાં બાળ મજૂરો
​​​​​​​

વર્ષકુલમુક્ત કરાવેલકોર્ટFIR
રેડબાળ મજુરકેસ
201713110
201827330
201926646
202013131

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...