દાહોદ કોરોના LIVE:જિલ્લામાં રવિવારે કોરોનાના માત્ર 6 કેસ નોંધાયા, એક્ટિવ કેસ ઘટીને 82 પર પહોંચ્યા

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે 16 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા

દાહોદમાં ગઈકાલે રવિવારે કોરોનાના માત્ર 6 કેસો નોંધાયા છે. દાહોદમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દાહોદમાં કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 16 દર્દી સ્વસ્થ થયા છે.

આર.ટી.પી.સી.આર.ના 1567 પૈકી 4 અને રેપીડ ટેસ્ટના 678 પૈકી 2 કેસો મળી ગઈકાલે કુલ 6 કોરોનાના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થયો છે. જેમાં દાહોદ અર્બનમાંથી 3, દેવગઢ બારીઆ અર્બનમાંથી 2 અને ફતેપુરામાંથી 1કેસનો સમાવેશ થાય છે.

ગઈકાલે એકસાથે 16 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 8429ને પાર થઈ ગયો છે. જ્યારે એક્ટીવ કેસની સંખ્યા 82 રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...