શાળાઓ ફરી શરૂ:દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં 30.25 ટકા વિદ્યાર્થીઓ જ હાજર

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
1 થી 5ના વર્ગો શરૂ થતાં ગરબાડા તાલુકાની શાળામાં સોમવારે પ્રથમ દિવસે બાળકોનું ટેમ્પરેચર માપી પ્રવેશ અપાયો હતો. - Divya Bhaskar
1 થી 5ના વર્ગો શરૂ થતાં ગરબાડા તાલુકાની શાળામાં સોમવારે પ્રથમ દિવસે બાળકોનું ટેમ્પરેચર માપી પ્રવેશ અપાયો હતો.
  • કુમકુમ તિલક કરીને ધો.1થી 5ના બાળકોનું સ્વાગત કરાયું
  • 2.25 લાખમાંથી 34105 બાળકો પ્રથમ દિવસે આવ્યાં

દાહોદ જિલ્લામાં સોમવારથી ધોરણ 1થી 5ના વર્ગો સરકારના એસઓપીના નિયમાનુસાર શિક્ષણની કામગીરી આરંભી દેવાઇ હતી. પ્રથમ દિવસે કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છ આપી શાળા સંચાલકો તેમજ શિક્ષકોએ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો. 50 ટકા છાત્રોને હાજર રાખવાના નિયમ પ્રમાણે પ્રથમ દિવસે દાહોદ જિલ્લાની સરકારી શાળાઓમાં 30.25 ટકા છાત્રો હાજર રહ્યા હતાં. કોરોનાના કેસ હવે નહિંવત હોવાથી સરકાર દ્વારા સોમવારથી ધોરણ 1થી 5ની શાળા શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી .

તેના પગલે વર્ગો શરૂ થતા દાહોદ જિલ્લાની શાળાઓમાં બાળકોને શાળાના સંચાલકો તેમજ શિક્ષકોએ પ્રથમ દિવસે કુમકુમ તિલક તેમજ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. બાળકોના વાલીઓ પાસેથી સંમતિપત્ર પણ મંગાવવામાં આવ્યાં છે, ત્યારે હવે ધોરણ 1થી 5ના વર્ગો પણ શરૂ થતાં શાળા, વર્ગખંડોમાં બાળકોના કલરવ અને ચહલ પહલ પણ જોવા મળશે. જો કે પ્રથમ દિવસે 50 ટકાના નિયમ પ્રમાણે શાળાઓમાં 30.25 ટકા હાજરી નોંધાઇ હતી. દાહોદ જિલ્લામાં 1647 સરકારી પ્રાથમિક શાળા, 23 ગ્રાન્ટેડ અને 114 ખાનગી પ્રાથમિક શાળા છે.

પંચમહાલમાં પ્રથમ દિવસે 10% હાજરી, કેટલીક શાળાઓ હજુ તા.25મીથી શરૂ કરાશે
કોરોના મહામારીને લીધે પંચમહાલ સહીત રાજયમાં ધોરણ 1 થી 5 વિદ્યાર્થીઅો વર્ગ કલાસ બંધ કરી દેવામાં અાવ્યા હતા. ત્યારે હાલ કોરોના કાબુમાં અાવતાં શિક્ષણ વિભાગ દ્વારા 15 માર્ચ 2020 થી બંધ ધોરણ 1 થી 5 ના વર્ગો સોમવારથી ચાલુ કરવાનો નિર્ણય લીધો હતો. સોમવારે પંચમહાલ જિલ્લાની મોટાભાગની પ્રાથમિક શાળાઓમાં બાળકોને પ્રવેશ આપવાની તમામ તૈયારીઓ કરી દેવાતા જિલ્લાની ધોરણ 1થી 5ની 1389 સરકારી શાળા અો અને 140 ખાનગી શાળાઅોમાં સોમવારથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું.

પરંતુ હજુ કેટલીક શાળાઓએ ધો.1થી 5ના વર્ગ 25 નવેમ્બરના ગુરુવારના રોજ ચાલુ કરવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે રવિવારે અચાનક શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય લેતાં સોમવારે વાલીઓ સુધી મેસેજ ના પહોંચતા પ્રથમ દિવસે ફક્ત 10 ટકા બાળકો અભ્યાસ માટે આવ્યા હતા. જિલ્લાના શહેરા તાલુકામાં બીજા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે 68% હાજરી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...