ચુંટણી:દાહોદની 6 બેઠકો પર 1.88 લાખ યુવા મતદારો જ પરિણામમાં નિર્ણાયક બનશે

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં 13,14,194 સામે 2022માં 15,83,656 મતદારો નોંધાયાં
  • ​​​​​​​5મી ડિસેમ્બરે જિલ્લાના 1662 મતદાન મથકો પર મતદાન 8મીએ ફેંસલો

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં વિધાન સભાની ચુંટણી જાહેર થવા સાથે જ આચાર સંહિતા લાગી ગઇ છ.ે પરંતુ રાજકિય ગતિવિધિઓમાં તેજી આવી છે. જોકે દાહોદ જિલ્લાની છ બેઠકોની વાત કરીએ તો 3 બેઠકો ભાજપ અને 3 બેઠકો કોંગ્રેસ પાસે છે. તેમાં છેલ્લા પાંચ વર્ષમાં જ 2,69,462 મતદારો નવા નોંધાયા છે. તેમાંય 19થી 23 વર્ષના જ 1.88 લાખ મતદારો છે. ત્યારે દાહોદની છ બેઠકો પર અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચેના ચુંટણી બાદ વર્તમાનમાં આપનું ફેક્ટર પણ ઉમેરાયુ છે. ત્યારે આપનું ફેક્ટર પરિણામો બદલશે ? તે અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

જોકે હાલમાં તો વહિવટી તંત્ર ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત છે. ચુંટણી અંગેની વિગતો આપતાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યુ હતું કે,જિલ્લામાં કુલ 1662 મતદાન મથકો પૈકી 844 મતદાન મથકોનું લાઇવ વેબકાસ્ટીંગ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે 17246 પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે. કલેક્ટર કચેરીમાં એક જ જગ્યાએ થી વિવિધ પ્રકારની પરમીશન મળી રહે તે માટે સીંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે.

આ સાથે નાગરિકો ચૂંટણીને લગતી ગુન્હાહિત પ્રવૃતિની ફરીયાદ ઓનલાઇન કરી શકશે,જેનો 100 મિનિટમાં નિકાલ કરાશે. આ માટે ટોલ ફ્રી નં. 1800-233-0053 કાર્યરત કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં 2017ની વિધાન સભાની ચુંટણીમાં 131494 મતદારો હતા ત્યારે આ વખતે 2022માં જિલ્લામાં પુરૂષ મતદારો 785190, સ્ત્રી મતદારો 798441 તેમજ અન્ય મતદારો 25 એમ કુલ 1583656 મતદારો છે. પાંચ વર્ષમાં 269462 મતદારોનો વધારો થયો છે. આ વધારામાં 18થી 23 વર્ષના 1,88,050 મતદારો જ નિર્ણાયક બને તેવી શક્યતા છે.

ફ્લેશ બેક 2017

બેઠકભાજપકોંગ્રેસસરસાઇવિજેતા
ફતેપુરા60250572532997ભાજપ
ઝાલોદ606678607725410કોંગ્રેસ
દાહોદ643477985015503કોંગ્રેસ
લીમખેડા740785476419314ભાજપ
બારિયા1038735817945694ભાજપ
ગરબાડા481526386515503

કોંગ્રેસ​​​​​​​

​​​​​​​

ક્યાં કેટલાં મતદારોમાં વધારો

વિધાનસભા20172022વધારો
ફતેપુરા21065425464563636
ઝાલોદ22439427137166709
લીમખેડા18732722282950926
દાહોદ23557927843764528
ગરબાડા23385629029371332
દે.બારિયા22238426608158923

​​​​​​​

18થી 23 વર્ષના નવા મતદારો
ફતેપુરા : 29188
ઝાલોદ : 31713
લીમખેડા : 29514
દાહોદ : 27729
ગરબાડા : 36537
દે.બારિયા : 33369
કઇ જાતિના મતદાર વધ્યા
એસટી : 1040180
ઓબીસી : 255374
એસસી : 23492
લઘુમતિ : 41518
અન્ય : 221492

ત્રણે પાર્ટી સામે મતદાન વધારવા માટે ચેલેન્જ
દાહોદ જિલ્લામાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં 2012માં 67.5 ટકા મતદાન નોંધાયુ હતુ ત્યારે તેની સામે 2017માં 60 ટકા મતદાન થયુ હતું. 2012ની સરખામણીએ મતદાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. આ વખતે મતદાન વધારાની ચેલેન્જ ભાજપ-કોંગ્રેસ અને આપ ત્રણે પાર્ટી સામે રહેશે..

ભાજપ-કોંગ્રેસ વચ્ચે આપનું પરિબળ ઉમેરાયું
દાહોદ જિલ્લાની વિધાનસભાની 6 બેઠકો પૈકી હાલમાં ભાજપ પાસે 3 બેઠકો અને કોંગ્રેસ પાસે પણ 3 બેઠકો છે. અત્યાર સુધી દાહોદમાં તમામ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા હતી. જોેકે વર્તમાન ચૂંટણીમાં આપનું પરિબળ ઉમેરાતાં જિલ્લાના પરિણામોના સમિકરણો બદલાશે તેમ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...