તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પતંગડીમાંંથી 5.40 લાખના દારૂ સાથે એક ઝડપાયો

દાહોદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો
 • પંચમહાલની એક અને પતંગડીની ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધાયો

સીંગવડ તાલુકાના પતંગડી ગામના બે ભાઇઓ ગામમાં ભાડે મકાન રાખી વિદેશી દારૂનું છુટક વેચાણ કરતાં હોવાની સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરને બાતમી મળતાં રેઇડ કરી 5.40 લાખા દારૂ સાથે એકને ઝડપી પાડી રોકડ, એક મોબાઇ અને પ્રોહી મુદ્દામાલ મળી 5,49,905નો મુદ્દામાલ કબ્જે લઇ ચાર સામે ગુનો નોંધાવ્યો હતો.પતંગડી ગામનો શંકર તેરસીંગ ઉર્ફે વીરસીંગ બારીયા તથા તેનો ભાઇ વિજય તેરસીંગ બારીયા તેના ગામમાં રહેતો ખુમાનસીંગ બળવતસિંગનું મકાન ભાડે રાખી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરતાં હોવાની બાતમી સ્ટેટ મોનિટરીંગ રેલ ગાંધીનગરને મળી હતી.

જેના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગરના પી.આઇ. આર.બી.પ્રજાપતિ તથા રણધીકપુર પોલીસ સ્ટેશનના પોસઇ ડી.જે.પ્રજાપતિ તથા સ્ટાફ સાથે બાતવાળા ભાડાના મકાનમાં છાપો મારતા ઘરમાં હાજર કેટલાક ઇસમો હાથમાં પુઠાના બોક્ષ લઇ પાછળના દરવાજેથી અંધારામાં ભાગી ગયા હતા અને મોરવા (હ)નો પિત્તાબર ઉર્ફે દિનેશ હિરા વકણરને પકડી પાડ્યો હતો. ઝડપાયેલા ઇસમને સાથે રાખી તલાસી લેતાં ઘરમાંથી વિદેશી દારૂની કુલ 135 પુઠ્ઠા બોક્સ તથા છૂટ્ટી દારૂની નાની મોટી કાચની તથા પ્લાસ્ટીકની બોટલો, બીયર, ટીન સહિત કુલ 5199 જેની કિંમત 5,39,805ની મળી આવી હતી.

પ્રોહી મુદ્દામાલ તથા 9600 રોકડા અને એક 500ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ 5,49,905નો મુદ્દામાલ કબ્જે લઇ સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપાયેલા પિત્તાબર ઉર્ફે દિનેશ હિરા વણકર, સીંગવડના પતંગડીના શંકર તેરસીંગ ઉર્ફે વિરસીંગ બારીયા, વિજય તેરસીંગ ઉર્ફે વિરસીંગ બારીયા, ખુમાનસીંગ બળવંતસીંગ પટેલ વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ રણધીકપુર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો