અકસ્માત:લીમખેડાના ઉસરામાં રસ્તા પર બંધ પડેલી કાર પાછળ બાઈક અથડાતા એકનું મોત

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતના અંધારામા કાર ચાલકની બેદરકારીએ ભોગ લીધો

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉસરા ગામે રાત્રીના સમયે રસ્તા ઉપર ફોર વ્હીલર ગાડી ઈન્ડીકેટર લાઈટ વગર ઉભી રાખી હતી.તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ ગાડીની પાછળ ધડાકાભેર અથડાતા બે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

રાત્રે બે યુવકો બાઈક પર નીકળ્યા હતા
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના દેવઝરી ગામે પંડા ફળિયામાં રહેતાં 20 વર્ષીય ગોલુભાઈ મનુભાઈ બારીયા તથા તેમની સાથે ગામમાં રહેતાં અન્ય એક વ્યક્તિ મળી બંન્ને જણા એક મોટરસાઈકલ પર લીમખેડા તાલુકાના ઉસરા ગામેથી રાત્રીના આઠેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે રસ્તા પર એક વરના કારના ચાલકે પોતાની ફોર વ્હીલર ગાડી રસ્તા પર ઉભી રાખી હતી અને ઈન્ડીકેટર પણ ચાલુ કર્યા ન હતા.

ઉભેલી કારની પાછળ બાઈક ધડાકાભેર અથડાઈ
આ દરમિયાન ગોલુભાઈની મોટરસાઈકલ વરના ફોર વ્હીલર ગાડીની પાછળ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં મોટરસાઈકલ પર સવાર બંન્ને જણા જમીન પર ફંગોળાતાં ગોલુભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં .

મોત થતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ
જ્યાં સારવાર દરમિયાન ગોલુભાઈનું મોત નીપજતાં આ સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના દેવઝરી ગામે પંડા ફળિયામાં રહેતાં સંતુબેન મનુભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...