અકસ્માત:કારની અડફેટે ઘાયલ થયેલા બાઇક સવાર બે પૈકી 1નું મોત, 1ને ફ્રેક્ચર

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત
  • નિંદકાપૂર્વના બે કુટુંબીઓ બાઇક ઉપર ધાણીખુંટ જતા હતા

ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામે કારની અડફેટે બાઇક સવાર ઘાયલ થયેલા બે પૈકી એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકના પગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સંદર્ભે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફતેપુરા તાલુકાના નિંદકાપૂર્વ ગામના ચાંદલી ફળિયામાં રહેતો પંકજભાઇ દેવજીભાઇ માલ તથા કુટુંબીભાઇ શૈલેષભાઇ વીરસીંગભાઇ માલ એમ બન્ને કુટુંબી ભત્રીજા ધનાભાઇ ભાણજીભાઇ માલની બાઇક લઇને ધાણીખુંટ જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન ધાણીખુંટ ગામે પુલ નજીક કારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક સાથે અકસ્માત કરતાં પંકજ તથા શૈલેષ બન્ને જણા નીચે પટકાયા હતા. જેમાં પંકજભાઇને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જ્યારે શૈલેષભાઇને જમણા પગે ફ્રેક્ચર થયું હતું. અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી ભેગા થયેલા લોકોએ 108ને બોલાવી ઇજાગ્રસ્તોને સુખસર સરકારી દવાખાને ખસેડયા જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરતા દાહોદ સરકારી દવાખાને લઇ જવાયા હતા. જ્યાં પંકજને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાર ચાલક વિરુદ્ધ સુખસર ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...