ચોરીના બનાવમાં વધારો:દાહોદ ઝાયડસના પાર્કિંગમાંથી ધોળે દિવસે વધુ એક બાઇક ચોરાઇ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાર્કિંગમાં સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં બાઇક ચોરીના બનાવમાં વધારો
  • અજાણ્યા બાઇક ચોર સામે શહેર પોલીસ મથકે ગુનો દાખલ

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં આખો દિવસ દર્દીઓ તથા સગાવાલાથી ધમધમતી ઝાયડસ ના પાર્કિંગમાં સિક્યોરિટી ગાર્ડ અને સીસી ટીવી થી સજ્જ હોવા છતાં બાઇક ચોરી કરતાં તત્વો બિન્દાસ્ત બાઇકની ઉઠાંતરી કરી જતાં ચર્ચાનો વિષય હતો.

દાહોદ તાલુકાના ખરોડ ગામના કાંકરી ડુંગરી નિશાળ ફળિયામાં રહેતા રિન્કેશભાઇ રતનભાઇ ડામોર તા.31 મેના રોજ બપોરે જીજે-20-એસ-9252 નંબરની બાઇક લઇને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ તેમના પિતાને ટીફીન આપવા માટે આવ્યા હતા અને બાઇક હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરી અંદર ગયા હતા. તે દરમિયાન હોસ્પિટલના પાર્કિંગમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં કોઇ બાઇક ચોર ઇસમ તેમની 10,000 રૂ.ની મોટર સાયકલ ચોરી કરી લઇ ગયો હતો.

દોઢ કલાક બાદ પાર્કિંગમાં આવતાં તેમની બાઇક ન દેખાતાં આજુબાજુમાં તપાસ કરી હતી પરંતુ કોઇ પત્તો લાગ્યો ન હતો. હોસ્પિટલમાં આખો દિવસ દર્દીઓ તથા સગાવાલાથી ધમધમતી ઝાયડસ હોસ્પિટલના પાર્કિંગમાં સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં બાઇક ચોરી કરતાં તત્વો ધોળે દિવસે બિન્દાસ્ત બાઇકની ઉઠાંતરી કરી જતાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...