અકસ્માતે ભોગ લીધો:ઝાલોદના કાળી મહુડી પાસે બે વાહનો ભટકાતા એકનુ મોત, એક ઈજાગ્રસ્ત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામા વાહનોના વધારા સાથે અકસ્માતો પણ વધ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે એક અકસ્માત થયો છે.જેમાં ફોર વ્હીલર ગાડીના ચાલકે સામેથી આવતી અન્ય એક ફોર વ્હીલર ગાડીને જાેશભેર ટક્કર મારતાં ગાડીમાં સવાર બે પૈકી એકનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યુ હતુ.

બંન્ને ગાડીઓ ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો
ગત તા.2 સપ્ટેમ્બરના રોજ કાળીમહુડી ગામેથી એક ફોર વ્હીલર ગાડી ગાડીના ચાલકે પોતાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો. તે સમયે સામેથી મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસવા ગામે રહેતાં નરેન્દ્રસિંહ નટવરસિંહ ખાંટની ગાડીને જાેશભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

બે ઈજાગ્રસ્ત થયા,તે પૈકી એકનુ મોત
આ અકસ્માતમાં ગાડીમાં સવાર નરેન્દ્રસિંહ તથા તેમની સાથે ભારતસિંહ ગીરવતસિંહ ખાંટને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી.જેથી ભારતસિંહનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું .જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત નરેન્દ્રસિંહને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. દરરોજ સરેરાશ એક વ્યકિતનુ મોત થાય છે. આ સંબંધે બીપેન્દ્રસિંહ ભારતસિંહ ખાટે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જિલ્લામા માર્ગ અકસ્માતમા સરેરાશ દરરોજ વ્યકિતનુ મોત નીપજી રહ્યુ છે.તેને કારણે માર્ગ અકસ્માતમા મૃતકોની સંખ્યા રોજે રોજ વધી રહી છે જે ગંભીર ચિંતાનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...