દંપતીને અકસ્માત નડ્યો:લીમડીમાં બાઈક ચાલકે અન્ય બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત, એકનું મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઇકમાં સવાર દંપતી નીચે પટકાતા ગંભીરરીતે ઈજાગ્રસ્ત થતા પત્નીનું મોત

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં મોટરસાઈકલના ચાલકે આગળ જતી અન્ય એક મોટરસાઈકલને પાછળથી ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. મોટર સાઈકલ પર સવાર દંપતિને ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં દંપતિ પૈકી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયુ છે.
આગળ જતી બાઇકને પાછળથી ટક્કર મારી
ગત તા.10 જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના પેથાપુર ગામે રહેતો રાકેશભાઈ રાજુભાઈ ડામોરે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ઝાલોદ તાલુકાના લીમડીમાં ચાકલીયા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતો. તે સમયે તે જ રસ્તા પરથી મોટરસાઈકલ લઈ રાકેશભાઈ વાલીયાભાઈ ડામોર અને તેમની પત્નિ સરીતાબેન રાકેશભાઈ ડામોર (બંન્ને રહે. વરોડ, સુરપળી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) પસાર થઈ રહ્યા હતા.તેમની મોટરસાયકલ ને પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
​​​​​​​​​​​​​​દંપતિ પૈકી પત્નીને જીવલેણ ઈજાઓ પહોંચી હતી
​​​​​રાકેશભાઈ અને સરીતાબેન બંન્ને મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં. જેને પગલે સરીતાબેનને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં .જ્યાં સારવાર દરમ્યાન સરીતાબેનનું મોત નીપજ્યું હતું. આ સંબંધે વરોડ ગામે સુરપળી ફળિયામાં રહેતાં લાલસીંગભાઈ રાણજીભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...