બાઈક સવાર રોડ પર ફંગોળાયો:દાહોદના પડાવમાં ગાડી ચાલકે બાઈક સવારોને હડફેટે લીધા, એકનું મોત, એકને ઈજા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે મોટરસાઈકલને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓને કારે અડફેટમાં લેતાં એકનું મોત નીપજ્યુ છે. જ્યારે એકને શરીરે ઈજાઓ પહોંચતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના ચાલકે બાઇકને ટક્કર મારી
​​​​દાહોદ શહેરના પડાવ ઓવર બ્રીજ ઉપર સુરેશભાઈ સુરસિંગભાઈ ચૌહાણે (રહે. બહેડવા, ખેડા ફળિયું, અલીરાજપુર, મધ્યપ્રદેશ) પોતાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો. તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે અને મુળ જૂનાગઢ ખાતે રહેતાં દેવાંગભાઈ ભરતભાઈ ગોહીલ અને રવિ અતુલભાઈ ભીમજીયાણીની મોટરસાઈકલને જોશભેર ટક્કર મારતાં અકસ્માત થયો હતો.
​​​​​​​એકનુ મોત, અન્ય ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
આ અકસ્માતમાં બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેને પગલે દેવાંગભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે રવિભાઈને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
​​​​​​​પોલીસ ફરિયાદ નોંધાઈ
આ સંબંધે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે રહેતાં સાવન મનોજભાઈ ગોધાસરાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...