અકસ્માત:દાહોદના પેથાપુરમાં બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

દાહોદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરી ચાલક બાઇક લઇ ફરાર

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામના સાગરભાઇ ચુનીયાભાઇ ભુરીયા તેમની મોટર સાયકલ ઉપર કૈલેશભાઇ બાબોરને સાથે લઇને જતાં જતા હતા. તે દરમિયાન પેથાપુર ગામે મોટર સાયકલના ચાલકે પોતાની મોટર સાયકલ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સાગરભાઇની મોટર સાયકલ સાથે અથડાવી એક્સિડન્ટ કરી પોતાની મોટર સાયકલ લઇને નાસી ગયો હતો. જેમાં પાછળ બેઠેલા કૈલેશભાઇ ભાભોરને જમણા પગે તથા જમાણા હાથે ઇજાઓ કરી ફ્રેક્ચર તેમજ શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે સાગરભાઇ ચુનીયાભાઇ ભુરીયાએ ચાકલિયા પોલીસ મથકે અકસ્માત કરનાર અજાણ્યા મોટર સાયકલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...