દાહોદ જિલ્લાના મલવાસી ગામે બે બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. રળિયાતી ભુરાનો વિક્રમભાઇ રમેશભાઇ પલાસ તથા ફળિયામાં રહેતો મેહુલભાઇ લીલસીંગભાઇ મુનીયા સાથે જીજે-20-એએસ-2978 નંબરની બાઇક ઉપર મેહુલ મુનીયાની સાસરીમાં ચાકલીયા ટીંબી ગુન્દી ગામે જઇ રહ્યા હતા.
તે દરમિયાન મલવાસી ગામે રોડ ઉપર વળાંકમાં સામેથી આવતી જીજે-20-એબી-7091 નંબરની બાઇકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી વિક્રમ તથા મેહુલની બાઇકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં વિક્રમભાઇ રમેશભાઇ પલાસને માથામાં તથા આંખ અને નાકના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે મેહુલ લીલસીંગભાઇ મુનિયાને ડાબા હાથે સામાન્ય ઇજાઓ થઇ હતી. આ સંદર્ભે બાઇક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.