તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કૂતરું આડે આવતાં બાઇકે સ્લિપ ખાધી, એકનું મોત

દાહોદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બન્ને યુવકો પીપલોદથી ઘરે જતા હતા

દેવગઢ બારિયા તાલુકાના સાલીયા ગામના બળવંતભાઇ પારસીંગ પટેલ તથા ચંદ્રસીંગ બલુભાઇ પટેલ બન્ને જણા જીજે-20-એઆર-0318 નંબરની મોટર સાયકલ પીપલોદ બજારમા કામ પતાવી પરત ઘરે આવતાં હતા. તે દરમિયાન સાંજના સમયે પીપલોદ બજારમાં અચાનક એક કૂતરુ આવી જતાં મોટર સાયકલ સ્લીપ ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં બળવંતભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ચન્દ્રસીંગને શરીરે ઇજાઓ થઇ હતી.

અકસ્માત સર્જાતા લોકટોળા ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી બન્ને ઇજાગ્રસ્તોને પીપલોદ સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાર હાજર ડોક્ટરે બળવંતભાઇ પારસીંગ પટેલને મૃત ઘોષિત કર્યો હતો. આ સંદર્ભે મુળાભાઇ ગમજીભાઇ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો