અકસ્માત:લીમડીમાં 2 બાઈક ટકરાતાં એકનું ઘટનાસ્થળે જ મોત

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત કરનાર ચાલક સારવારમાં ખસેડાયો
  • મૃતકના પિતાની બાઇક ચાલક સામે ‌ફરિયાદ

ઝાલોદ તાલુકાના લીમડીમાં બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજાને ઈજાઓ થઇ હતી.ઝાલોદ તાલુકાના લીમડી ગામે બાઈકના ચાલેક પોતાનું વાહન પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી લીમડી બાયપાસ પેટ્રોલપંપ પાસે રોડ પર સામેથી આવતી પાસીંગ વગરની બાઈક સાથે જોશભેર ટક્કર મારી અકસ્માત સર્જયો હતો.

જેમાં પાસીંગ વગરની બાઈકના ચાલક ફતેપુરા તાલુકાના ફુપાડા ગાંમના મહુડા ફળીયાના પંકજભાઈ મણીલાલ ડામોરને માથામાં, છાતીમાં તથા શરીરે જીવલેણ ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

જ્યારે અકસ્માત કરનાર બાઈકના ચાલકને પણ શરીરે ઈજાઓ થતાં તેને સારવાર માટે લીમડી સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના પિતા મણીલાલ દલાભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...