ધરપકડ:ઝાલોદમાંથી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં એક ઝડપાયો, ચાઇનીઝ દોરી તથા ફીરકા મળી આવ્યા

દાહોદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાહોદ એલસીબીએ ઉતરાયણમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતાં ઝાલોદના દુકાનદારને 31,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ડી.શાહ તથા પી.એસ.આઇ. પી.એમ.મકવાણા ઝાલોદ વિસ્તારમાં ઉતરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિક દોરી તેમજ હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલ દોરીનું વેચાણ કરતાં લોકોને પકડી પાડવા માટે પેટ્રોલીંગમાં હતા. ત્યારે ઝાલોદ બાંસવાડા નાકા ઉપર કલ્પના પતંગની દુકાન ઉપર બેસતો ઝાલોદની ગુલીસ્તાન સોસાયટીનો મુસ્કાકભાઇ અબ્દુલગની ખલીફા ચાઇનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની બાતમી મળતાં પોલીસે તપાસ કરતાં દુકાનમાંથી ચાઇનીઝ દોરીની 71 નંગ ફીરકી તેમજ રીલ મળી આવી હતી. 31,300 રૂપિયાનો મુદ્દામાલ સાથે મુસ્તાક અબ્દુલગની ખલીફાની ધરપકડ કરી તેની સામે ઝાલોદ પોલીસ મથકમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...