કોરોના સંક્રમણ:દાહોદ જિલ્લામાં ત્રણ માસ બાદ કોરોનાનો 1 કેસ મળ્યો

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કેન્સરના ઓપરેશન પહેલાં યુવકનો વડોદરા ટેસ્ટ કરાયો

દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ માસથી શાંત કોરોનાનો એક કેસ શનિવારે પ્રકાશમાં આવ્યો હતો. જેમાં દેવગઢ બારિયા તાલુકાના એક યુવકનું ઓપરેશન પહેલાં ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવ્યો હતો. 18 માર્ચના રોજ છેલ્લે કોરોનાનો 1 કેસ આવ્યા બાદ શૂન્ય જ કેસ આવતાં હતાં.

કેસો ઘટતાં પહેલા જેવી સ્થિતિ જ રહી છે. સોશિયલ ડિસ્ટેન્સ અને માસ્ક ધીમે-ધીમે ભૂતકાળ બની રહ્યો છે ત્યારે દેવગઢ બારિયા તાલુકાના એક 42 વર્ષિય યુવકને કેન્સર થતાં તેને સારવાર માટે વડોદરા લઇ જવાયો હતો. ત્યાં કેન્સરનું ઓપરેશન હોવાથી તે પૂર્વે યુવકનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, આ યુવક પોઝિટિવ આવ્યો હતો. શનિવારે તંત્રએ જાહેર કરેલી યાદીમાં યુવકનો સમાવેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...