વિશ્વ વાંસ દિનની ઉજવણી:દાહોદ જિલ્લા જંગલ વિસ્તારમાંથી સવા લાખ વાંસની લણણી કરાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગ દ્વારા વિશ્વ વાંસ દિનની ઉજવણી
  • ઉચવાણિયા ખાતે સહભાગી મંડળીઓ દ્વારા વાંસની વસ્તુઓ બનાવી વેચાણ

દાહોદ જિલ્લામાં વન વિભાગ દ્વારા વિશ્વ વાંસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે ચોમાસા બાદ સાગટાળા, બારીયા, વાંસિયાડુંગરી, લીમખેડા તથા ધાનપુર તાલુકા ના જામરણ, વટેડા, દાંતીય, હિંડોલીયા, ભાનપુર, રામપુર જેવા વિવિધ જંગલ ભાગોમાંથી આશરે 12.5 લાખની કિંમતના સવા લાખ જેટલા વાંસની ચાલુ વર્ષે લણણી કરવામાં આવશે.

દાહોદ જિલ્લામાં પણ આ પ્રકારના અંદાજીક કિંમત રૂા 6 લાખના વાંસનું વિતરણ દાહોદ જિલ્લા વન વિભાગના કાર્યક્ષેત્ર વિસ્તારની જુદી - જુદી રેંજોમાં વાંસ એકત્રીકરણ કરી તેને વિવિધ સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના સભ્યોને તેમની આજીવિકા વૃદ્ધિ માટે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

બારીયા વન વિભાગ દ્વારા ઉચવાણી ખાતે પણ સહભાગી મંડળીઓ દ્વારા વાંસમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આશરે 100 જેટલા પરિવાર આ કાર્ય સાથે સંકળાયેલા છે. આજીવિકા પ્રાપ્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...