દાહોદને હરિયાળું બનાવવાનો સંદેશ:વિશ્વ પર્યાવરણ દિવસે દાહોદના ઇવીએમ વેરહાઉસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરે દાહોદને પ્લાસ્ટીક મુક્ત કરી હરિયાળું બનાવવાનો સંદેશ આપ્યો

5 જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસની આજે સમગ્ર દાહોદ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે જિલ્લા સેવા સદન ખાતે આવેલા ઇવીએમ વેરહાઉસ ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવી સહિતનાં અધિકારીઓએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશો પાઠવ્યો હતો.

આ પ્રસંગે કલેકટર ડો. ગોસાવીએ ગ્લોબલ વોર્મીગ સહિતની વૈશ્વિક સમસ્યાઓ વધુમાં વધુ વૃક્ષો વાવીને દૂર કરી શકાય છે તેમ જણાવ્યું હતું. તેમણે દાહોદને પ્લાસ્ટીક મુક્ત કરી, હરિયાળું બનાવવાનો સંદેશો વિશ્વ પર્યાવરણ દિવસે નાગરિકોને આપ્યો હતો. આ પ્રસંગે નાયબ વન સંરક્ષક, નાયબ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...