તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTPCR રિપોર્ટ મામલે કૂણી લાગણી:પ્રથમ દિવસે માત્ર સ્ક્રીનિંગ સાથે મધ્યપ્રદેશ રાજસ્થાનના લોકોને દાહોદમાં પ્રવેશ આપ્યો

દાહોદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મધ્યપ્રદેશ રાજ્યની હદમાંથી પ્રવેશતા વાહનોને દાહોદની ખંગેલા ચેકપોસ્ટ ઉપર રોકીને સ્ક્રીનિંગ કર્યા બાદ પ્રવેશ અપાયો હતો. - Divya Bhaskar
મધ્યપ્રદેશ રાજ્યની હદમાંથી પ્રવેશતા વાહનોને દાહોદની ખંગેલા ચેકપોસ્ટ ઉપર રોકીને સ્ક્રીનિંગ કર્યા બાદ પ્રવેશ અપાયો હતો.
 • સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાતાં તંત્ર દ્વારા કડક વલણ અપનાવાશે
 • મ.પ્ર. અને રાજસ્થાનથી રોજ 10 હજાર લોકો દાહોદ આવતાં હોવાનો અંદાજ, વાહન નંબરનો રજિસ્ટરમાં ઉતારો

ગુજરાતની હદમાં અન્ય રાજ્યમાંથી પ્રવેશતા પહેલાં 72 કલાક પહેલાનો RTPCR નેગેટિવ રિપોર્ટ બતાવવાનો નિયમ મધ્યરાતથી જ અમલી બનાવી દેવાયો હતો. દાહોદ જિલ્લાને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદ અડે છે. ત્યારે આ બંને રાજ્યોમાંથી પ્રવેશતા વાહનોને રોકવામાં તો આવ્યા હતા પરંતુ પ્રથમ દિવસે કુણુ વણલ અપનાવીને RTPCRનો રિપોર્ટ ન હોય તો પણ ચલાવી લેવાયુ હતું. જોકે, પસાર થતાં દરેક વ્યક્તિનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવા સાથે વાહનના નંબરનું રજિસ્ટર પણ મેન્ટેન કરવામાં આવ્યુ હતું.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દાહોદ જિલ્લાની હદમાં RTPCR નેગેટિવ રિપોર્ટ વિહોણા લોકોને પ્રવેશતા રોકવા માટે ખંગેલા, ટાંડા, આગાવાડા, મીનાક્યાર, નીમચ, કાંકણખીલા, ચાકલિયા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાંથી દરરોજ વેપાર અને દવાખાનાના કામ માટે દરરોજ 10 હજાર જેટલાં લોકો દાહોદ શહેર અને જિલ્લામાં આવતાં હોવાનો અંદાજ છે. હાલમાં ચેકપોસ્ટ ઉભી કરીને કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાતા હજી ત્રણ ચાર દિવસ લાગશે તેમ જોવાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો