તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:​​​​​​​દાહોદ જિલ્લામાં NMHના કર્મચારીઓની માગણી ના સંતોષાતા 15 તારીખે સામુહિક રાજીનામાની ચીમકી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં કર્મચારીઓ કાળી પટ્ટી અથવા કાળા માસ્ક પહેરી વિરોધ કરી રહ્યા છે

દાહોદ જિલ્લામાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે.જેમાં મુખ્ય યોધ્ધાઓ તબીબો અને આરોગ્યકર્મીઓ જ છે.બીજી તરફ આ તબીબી આલમે જ પોતાની વર્ષોથી પડતર માંગણીઓ સંતોષવા સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે.ત્યારે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફરજ બજાવતાં આરોગ્યકર્મીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.કારણ કે કોરોનાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા હોવાથી ઘણાં પરિવારોના માળા વિખેરાઇ ગયા છે.આ વખતે ગામડાઓમાં પણ ઘેર ઘેર કોરોનાના દર્દીઓ છે.જેથી કોરોના યુધ્ધ લડવા માટે આરોગ્યકર્મીઓ રાત દિવસ એક કરી રહ્યા છે.આ જંગ દરમિયાન કેટલાયે કોરોના વોરિયર્સ કોરોનામાં સપડાઇ ચુક્યા છે ત્યારે હવે આવા કોરોના વોરિયર્સે જ સરકાર સામે રણશિંગુ ફુંક્યુ છે.

રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં સરકારી તબીબોએ પણ પોતાાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી છે.દરેક જિલ્લામાં આવેદન પત્રો આપવામાં આવ્યા છે ત્યારે આ મડાગાંઠ ઉકલે તે પહેલાં જ નેેશનલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતાં તમામ આરોગ્યકર્મીઓએ તો સરકારને આલ્ટીમેટમ જ આપી દીધુ છે.હાલ આ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સાથે ફરજ બજાવી રહ્યા છે ત્યારે જો આ સમયગાળા દરમિયાન સરકાર નમતું નહી જોખે તો તારીખ 15 મેના રોજ સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી છે.કારણ કે છેલ્લા કેટલાયે વર્ષેોથી સરકાર આવા કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

જો 15 મેના રોજ સામુહિક રાજીનામા આપવા મામલે કર્મચારીઓ મક્કમ રહેશે અને રાજીનામા ધરી દેશે તો જિલ્લામાં ગંભીર સ્થિતિનુ સર્જન થઇ શકે છે.આ પહેલા પણ આંદોલનોો કરવામાં આવ્યા હતા પરંતુ તેનુ કોઇ સકારાત્મક પરિણામ એનએચએમના કર્મચારીઓને પરિણામ મળ્યુ

અન્ય સમાચારો પણ છે...