તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યાનો પ્રયાસ:ફતેપુરાના સુખસરમાં રાજકીય અદાવત રાખી સરપંચના પુત્ર પર જીવલેણ હુમલો, ત્રણ લોકો સામે ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાઈક પર આવતા સરપંચ પુત્રનું માથુ ફોડયું, તેના મિત્રને પણ ફટકાર્યો

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસરમાં ચુંટણી બાબતે સરપંચના દીકરા અને તેના મિત્ર પર ત્રણ ઈસમોએ સશસ્ત્ર જીવલેણ હુમલો કર્યો હતો.ગંભીર ઈજાગ્રસ્ત સરપંચ પુત્રને સઘન સારવાર માટે દાહોદ ખાનગી દવાખાને દાખલ કરવામા આવ્યો છે.પોલીસે ત્રણેય સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુખસરમાં રહેતાં વિક્રમભાઈ સોમાભાઈ સંગાડા, નિલેશભાઈ ભાવાભાઈ સંગાડા અને ટીનાભાઈ રામાભાઈ સંગાડા પોતાની સાથે તલવાર, લોખંડની પાઈપ અને હાથમાં પથ્થરો લઈ રોડ ની બાજુમા ઉભા હતાં .તે સમયે સુખસર ગામમાં રહેતાં ધવલભાઈ રમેશભાઈ સંગાડા અને સરપંચ નરેશ કટારાના પુત્ર વિશાલ બાઈક પર આવતા હતા. ત્યારે આ ત્રણ ગાળો બોલી કહેવા લાગેલ કે, સુખસરમાં સરપંચની ચુંટણી આવે છે તેમાં ડાહ્યાં થવાની જરૂર નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં. અને પોતાની સાથે લાવેલ હથિયારો વડે ધવલભાઈ અને વિશાલભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ,વિશાલના માથામા પથ્થર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.આજ તો બચી ગયા છો ,હવે નહી છોડીએ એવી ધમકીઓ આપી નાસી જતાં વિસ્તારમાં આ બનાવને પગલે ખળભળાટ મચી ગયો હતો.

આ સંબંધે ઈજાગ્રસ્ત ધવલભાઈ રમેશભાઈ સંગાડાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...