તાપમાન:18 માર્ચ 2022ના રોજ તાપમાન 37 ડિગ્રી જ્યારે 2023માં એ જ તારીખે 29 ડિગ્રી રહ્યું

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ જિલ્લામાં એક વર્ષમાં તાપમાનના પારામાં 9 ડિગ્રીનો તફાવત

દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ જ વર્તી રહ્યો છે. શુક્રવારના રોજ આખા જિલ્લામાં ઝાપટા સાથે વીજળી પડવાની ઘટનાઓમાં માનવી અને પશુઓએ જીવ ગુમાવ્યા હતાં. ત્યારે શનિવાર રોજ પણ ઉઘાડ તો નીકળ્યો હતો પરંતુ આકાશમાં આમ તેમ દોડાદોડ કરતાં પાણી ભરેલા વાદળો સૂર્ય સામે આવતાં આખો દિવસ તડકા-છાયડાની રમત જોવા મળી હતી.

બીજી તરફ કમોસમી માવઠાથી ગરમીથી હાલ પુરતી રાહત મળી છે. ગત સપ્તાહમાં હાઇએસ્ટ પારો 24 ડિગ્રીએ પહોંચ્યો હતો. શુક્રવારે વાતાવરણ આખો દિવસ વાદળછાયુ અને વરસાદને કારણે પારો 28 રહ્યો હતો ત્યારે શનિવારના રોજ ઉઘાડને કારણે તાપમાનનો પારો એક ડિગ્રી વધીને 29 જોવા મળ્યો હતો.

છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો વર્ષ 2022ની 18 માર્ચના રોજ દાહોદની પ્રજાએ કાળઝાળ ગરમીનો અનુભવ કર્યો હતો. ગત 18 માર્ચના રોજ 37 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું ત્યારે શનિવારે 29 ડિગ્રી જ તાપમાન નોંધાતા એક વર્ષમાં તાપમાનના પારામાં 9 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો હતો. ગ્લોબલ વોર્મિંગને કારણે બદલાયેલા વાતાવરણથી આ માર્ચની રાતો પણ ગત માર્ચ કરતાં ઠંડી જોવા મળી રહી છે.

એક સપ્તાહનું તાપમાન
} 11 માર્ચ-32 ડિગ્રી } 12 માર્ચ-33 ડિગ્રી } 13 માર્ચ-34 ડિગ્રી } 14 માર્ચ-33 ડિગ્રી } 15 માર્ચ-33 ડિગ્રી } 16 માર્ચ-31 ડિગ્રી } 17 માર્ચ-28 ડિગ્રી } 18 માર્ચ-29 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...