જીવલેણ અકસ્માત:દેવગઢ બારીઆના પીપલોદમા બાઈકની ટક્કરે વૃદ્ધનું મોત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દેવગઢ બારીયાના પીપલોદ ગામે પુરપાટ ઝડપે આવતી બાઈકે રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા 57 વર્ષીય વૃદ્ધને અડફેટમાં લઈ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં વૃદ્ધને ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યુ હતું. તેમજ બાઈક ચાલકને પણ ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
રાહદારી અને બાઈક ચાલક બંન્ને પટકાયા
પીપલોદ ગામના વિશાલભાઈ અર્જુનભાઈ બારીયા તેના કબજાની જીજે-35 એ-9810 નંબરની મોટર સાયકલ પર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતા હતા.ત્યારે પીપલોદ ગામે રોડની સાઈડમાં પગપાળા જઈ રહેલા પીપલોદ ગામના 57 વર્ષિય અરવીંદભાઈ રમણલાલ પંચાલને અડફેટમાં લઈ ટક્કર મારતાં અરવીંદભાઈ રમણલાલ પંચાલની સાથે સાથે મોટ સાયકલ ચાલક વિશાલભાઈ બારીયા પણ રોડ પર પટકાયા હતા.
વૃદ્ધને માથામા ગંભીર ઈજાઓ થઈ
આ અકસ્માતમાં 57 વર્ષીય અરવીંદભાઈ પંચાલને માથાના ભાગે તમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ વિશાલભાઈ બારીયાને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજાગ્રસ્ત અરવીંદભાઈ રમણલાલ પંચાલનું મોત નિપજ્યું હતું.
​​​​​​​મૃતકના પુત્રે ફરિયાદ નોંધાવી
આ સંબંધે પીપલોદ ગામના મરણજનાર અરવીંદભાઈ પંચાલના પુત્ર દિપકુમાર અરવીંદભાઈ પંચાલે નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલિસે પીપલોદના મોટર સાયકલ ચાલક વિશાલભાઈ અર્જુનભાઈ બારીયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...