તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરે કોઈ,ભરે કોઈ:ગરબાડાના આમલી ખજૂરિયામાં વીજચોરી કરવા નાખેલા લંગરિયામાં વીજ શોર્ટ લાગતા 8 વર્ષના બાળકનું મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગરબાડા તાલુકાના આમલીખજુરીયા ગામે રહેતાં એક ઈસમે પોતાના ઘરના આગળ આવેલા વીજળીના થાંભલા ઉપર લંગરીયું નાંખ્યું હતું. આ લંગરીયાના વાયરને એક 8 વર્ષીય બાળક અડી જતાં તેને કરંટ લાગતાં તેનું ઘટના સ્થળ પરજ મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આંબલી ખજુરીયા ગામે મિનામા ફળિયામાં રહેતાં મગનભાઈ ભલજીભાઈ પલાસે પોતાના ઘર આગળથી પસાર થઈ રહેલા વીજ થાંભલા ઉપર વાયર વડે લંગરીયું નાંખ્યું હતું. લંગરીયાના ચાલુ વાયરને ગામમાંજ રહેતાં કાળીયાભાઈ ભીમાભાઈ મિનામાનો 8 વર્ષીય પુત્ર સુનીલ અડી જતાં તેને કરંટ લાગ્યો હતો અને કરંટ લાગવાના કારણે બાળકનું ઘટના સ્થળ પરજ મોત નીપજ્યું હતું.

આ સંબંધે મૃતક સુનીલના પિતા કાળીયાભાઈ ભીમાભાઈ મિનામાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...