પીપેરોમાં વેચાણ રાખેલી જમીન ખેડવા નહી દઇ 9 લોકો છેલ્લા 4 વર્ષથી ખેડાણ વાવેતર કરી જમીનનો ગેરકાયદે કબ્જો રાખતા કલેક્ટરમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ તપાસમાં જમીન પચાવી પાડવાનું સામે આવતા 9 લોકો સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયો હતો.
લખણગોજીયાના પર્વતભાઇ વાખળાએ પીપરીયાના ચોથીબેન ડામોર, બીજલીબેન ડામોર, અભેસીંગબાઇ ખાબડ તેમના સગાસંબંધી થતાં હોય પીપરીયા ગામે આવેલ ખાતા નં.200 જુનો રે.સ.નં. 76 ક્ષેત્રફળ 0-14-94 તથા ખાતા નં.199 જુનો રે.સં.નં.134 ક્ષેત્રફળ 0-69-79 અને ખાતા નં.201 જુનો રે.સં.146 ક્ષેત્રફળ 01-08-72 વાળી જમીન પર્વતભાઇએ વેચાણ રાખી હતી.
આ ત્રણે સર્વે નંબર એકબીજાને અડીને આવે છે અને આ જમીનમાં પર્વતભાઇનું નામ 356થી દાખલ કરાયું હતું. પર્વતભાઇ વાખડા આ ત્રણેય જમીનમાં હળ તથા બળદ અને ટ્રેક્ટર લઇ ખેતરો ખેડવા માટે ગયા હતા. દરમિયાન ચંદ્રા ડામોર, જશુ ડામોર, નટુ ડામોર, બાબુ ડામોર, અભેસિંહ ડામોર, અજમેલ ડામોર, નવરસિંહ ડામોર, હજાર ડામોર તથા મનહર ડામોર આ જમીન અમારી છે અમે તને ખેડવા દેવાના નથી તેમ કહેતા પર્વતભાઇનું હળ તથા બળદ અને ટ્રેક્ટર લઇને ઘરે જતા રહ્યા હતા.
છેલ્લા 4 વર્ષથી ઉપરોક્ત તમામ લોકોએ પર્વતભાઇની જમીનામાં ખેડાણ ખેડાણ કરી વાવેતર કરી પર્વતભાઇને ખેડાણ નહી કરવા દઇ તેમની માલિકીની જમીનનો કબજો પોતે ગેરકાદેસર રીતે રાખી પર્વતભાઇને આજદિન સુધી જમીન સોંપી ન હતી. જેથી પર્વતભાઇએ કલેક્ટરને અરજી કરી હતી. કલેક્ટરના તપાસના હુકમ બાદ તપાસમાં જમીન પચાવી પાડવાનું સામે આવતાં કલેક્ટરના હુકમથી પર્વતભાઇ વાખળાએ ઉપરોક્ત નવ સામે ધાનપુર પોલીસમાં લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.