ભેદ ઉકેલાયો:દાહોદના ઉકરડી રોડ પર આવેલા ગોડાઉનમાંથી રુપિયા 1.90 લાખની તમાકુ અને ગુટખા ચોરનાર ચાર તસ્કરો ઝડપાયા

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાતમીના આધારે પોલીસે મુદ્દામાલ અને ટેમ્પો સાથે ચોરોને ઝબ્બે કર્યા વેચી નાખેલા જથ્થાના રુપિયા એક લાખ પણ રીકવર કર્યા

દાહોદમાં ઉકરડી રોડ મુર્તુજા એપાર્ટમેન્ટ સામે આવેલી મહાવીર નગર સોસાયટી ખાતે આવેલા ગોડાઉનમાં આશરે 15 દિવસ પહેલા ચોરીનો બનાવ બન્યો હતો. જે ચોરીના ગુનાનો ભેદ દાહોદ ટાઉન પોલીસે ઉકેલી, ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.

મળતી વિગતો અનુસાર, દાહોદના ગોદીરોડ ખાતે આવેલા ગોડાઉનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી ગોડાઉનમાંથી રુપિયા 1.90 લાખની તમાકુની બનાવટોની ચોરી થઈ હોવાની ફરીયાદ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશને દાખલ થઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ ઉચ્ચસ્તરીય તપાસ તેમજ માર્ગદર્શન દાહોદ શહેર પોલીસને આપવામાં આવ્યું હતું જે સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ દરમિયાન ગત રોજ પોલીસને બાતમી મળી હતી કે, દાહોદ ગોદીરોડ મહાવીર નગર સોસાયટી ખાતે તમાકુની ચોરી કરનારા શખ્સો ગરબાડા તાલુકાનો કીરીટ માનસિગભાઇ રાઠોડ (રહે.નવાગામ તા.ગરબાડા) તથા નિલેશ હકરાભાઇ ભુરીયા (રહે.ગાંગરડી રોડ પાસે, તા.ગરબાડા જિ.દાહોદ) છે અને તેઓએ આ ચોરીનો મુદ્દામાલ તેમના પોતાના ઘરમાં સંતાડી રાખ્યો છે.

જે બાબતની જાણ દાહોદ શહેર પોલીસને થતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓના ઘરે જઇ ઝડતી કરતા આ બંને ઇસમો તેમના પોતાના ઘરે હાજર મળી આવતા તેમને પકડી પાડવામાં આવ્યા હતા.

આરોપીઓને વારાફરતી પુછપરછ કરતા તેમણે મુદામાલની ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી અને આ ગુનાને અંજામ કીરીટ માનસિગભાઇ રાઠોડ, નિલેશ ઉકાભાઇ ભુરીયા, અશોક ગમરાભાઇ ભુરીયા અને રાહુલ જાલુભાઇ ભુરીયાએ સાથે મળી આુ્પ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ ચોરો પૈકી આરોપી કીરીટ માનસિંગભાઇ રાઠોડનાને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા તેના ઘરમાં સંતાડી રાખેલા વિમલ, તમાકુ, બુધાલાલ તથા અન્ય ચોરીનો મુદામાલ મળી આવ્યો હતો. તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલો છોટા હાથી ટેમ્પો પણ મળી આવ્યો હતો. જેમાં ટેમ્પોમાં ચોરીનો સામાન અને વેચેલા સામાનના રોકડ રકમ રૂપિયા એક લાખ મળી આવતા પોલીસે રોકડ અને મુદ્દામાલ કબ્જે લીધો હતો.

ત્યારબાદ આરોપી નિલેશ હકરાભાઇ ભુરીયા, અશોક ગમરાભાઇ ભુરીયા અને રાહુલ જાલુભાઈ ભુરીયાનાઓએ ચોરીનો મુદ્દામાલ સંતાડી રાખેલો જેમાં વિમલ, તમાકુ, બીડીના બોક્ષ, સીગારેટ તથા અન્ય ચોરીનો મુદ્દામાલ મળી આવતા આરોપીઓને પકડી ગુનાના કામે અટક કરી ચોરીનો મુદામાલ કબ્જે લીધો હતો. આમ, દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના વિમલ-ગુટખા- તમાકુના ઘરફોડ ચોરીના અનડીટેકટ ગુનાને અંજામ આપતા તસ્કરોને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...