તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભાવ:​​​​​​​દાહોદ જિલ્લામાં કોરોનાના ટેસ્ટ ઘટતાં દર્દીઓની સંખ્યા ઘટી રહી હોવાની સંભાવના

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોરવાણી પીએચસીમાં ગત સપ્તાહમાં 80 રેપીડ ટેસ્ટમાંથી 16નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસ ઘટી રહ્યાં હોવાનું લાગી રહ્યું છે. ત્યારે ટેસ્ટમાં ઘટાડો થયો હોવાની પણ સંભાવના છે. કારણ કે દાહોદ જિલ્લામાં રેપીડ ટેસ્ટની કીટ્સ તો કેટલાયે દિવસોથી પુરતી નથી. આરટીપીસીઆર ટેસ્ટ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા થયા હોવાનું તારણ પણ કાઢવામાં આવે છે. ત્યારે હવે આ રહસ્ય કેવી રીતે ઉકેલવું તે એક કોયડો હોય તેમ લાગી રહ્યું છે.

રેપીડ ટેસ્ટ માટે 100 કીટ્સ ફાળવવામાં આવી હતી

તેમ છતાં જિલ્લામાં કોરોના ટેસ્ટ અને પોઝિટિવનું પ્રમાણ કેટલું છે તેના માટે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી પાછલા સપ્તાહની માહિતી મેળવવામાં આવી છે. તે પ્રમાણે દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગત સપ્તાહમાં રેપીડ ટેસ્ટ માટે 100 કીટ્સ ફાળવવામાં આવી હતી. તેમાંથી 20 કીટ્સ રિઝર્વ રાખવામાં આવી હતી. જે 80 કીટ્સથી ટેસ્ટ કરવામાં આવ્યા તેમાંથી 16 વ્યક્તિઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

12 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

બોરવાણી આરોગ્ય કેન્દ્રમાંથી ગત સપ્તાહમાં જ 55 શંકાસ્પદ લોકોના સેમ્પલ લઇને આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. તેમાંથી 30 શંકાસ્પદ દર્દીઓના જ રિપોર્ટ આવ્યા છે. તેમાંથી 12 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમની સારવાર શરુ કરી દેવામાં આવી હોવાનું મેડીકલ ઓફિસરે જણાવ્યુ છે.

ઝાયડસ કોવિડ હોસ્પિટલમાં હવે રોજ બેડ ખાલી મળી રહ્યાં છે

આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં 6 ગામડાઓનો સમાવેશ થાય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આ ગામડાંઓમાંથી જ દર્દીઓ અહીં આવે છે. અન્ય આસપાસના ગામડાઓમાંથી પણ આરોગ્ય સેવા માટે ગ્રામજનો આવતા હોય છે. આમ જિલ્લામાં હાલમાં કોરોના મામલે તંત્ર પણ થોડી રાહત અનુભવી રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે જિલ્લાની સૌથી મોટી ઝાયડસ કોવિડ હોસ્પિટલમાં હવે રોજ બેડ ખાલી મળી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...