તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર કળિયુગ:​​​​​​​લીમખેડાના પાટડીમાં સગા પૌત્રએ દાદાને માર મારી મોતને ઘાટ ઉતાર્યા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 70 વર્ષિય દાદા શરીરે ગેબી માર સહન ન કરી શક્યા

લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે ડામોર ફળિયામાં ગઈકાલે સાંજે 70 વર્ષિય દાદા પર તેના જ પૌત્રએ કોઈ કારણોસર હુમલો કર્યો હતો. તેમને ગેબી માર મારી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે.

પૌત્રએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને હુમલો કર્યો

લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી ગામે આવેલા ડામોર ફળિયામાં રહેતા કીડીયાભાઈ કાનજીભાઈ ડામોર ઉંમર 70 નાઓનો પૌત્ર સુક્રમભાઈ વરસીંગભાઇ ડામોરે આઠેક વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઉશ્કેરાઇ જઇને તેના જ દાદા કીડીયાભાઈ કાનજીભાઈ ડામોર ઉપર હુમલો કર્યો હતો. વયોવૃદ્ધ દાદાને શરીરે ગેબી માર મારીને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતા. તેથી 70 વર્ષીય દાદાની તેના જ પૌત્રએ કોઈ કારણોસર ઉશ્કેરાઈ જઈને હુમલો કરી માર મારીને હત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

આ બનાવ સંદર્ભે ધાનપુર પાટડી ગામના તેરસીંગભાઈ કીડીયાભાઈ ડામોરે નોંધાવેલી ફરિયાદના આધારે લીમખેડા પોલીસે સુક્રમ ડામોર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...