• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • In Lakhangojia Of Dhanpur, The Husband Rode A Scorpio On The Young Man's Bike On Suspicion Of Having An Affair With His Wife.

હત્યાનો પ્રયાસ:ધાનપુરના લખણગોજિયામાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ પતિએ યુવકની બાઈક પર સ્કોર્પિયો ચડાવી દીધી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીનો કથિત પ્રેમી અન્ય એક વ્યક્તિ સાથે બાઈક પર જતો હતો ત્યારે તેની હત્યાની કોશિષ કરાઈ

ધાનપુર તાલુકાના લખણગોજીયા ગામે પત્ની સાથેના આડા સંબધની અદાવતમાં થયેલા ઝઘડામાં બહાર ગામ જઈ રહેલા ગામના બે વ્યક્તિની બાઈકને રસ્તામાં સ્કોર્પીયો ગાડી વડે મારી નાંખવાના ઈરાદે ટક્કર મારી નીચે પાડી જીવલેણ હુમલો કર્યો હતો.ત્યારબાદ સ્કોર્પીયો ગાડી લઈ હુમલાખોરો નાસી ગયા હતા. આ સંદર્ભે ધાનપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

સોથી પહેલાં પત્ની સાથે આડા સંબંધની શંકાએ તકરાર કરી
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લખણાગોજીયા ગામના વાખળા ફળિયામાં રહેતો ઈશ્વરભાઈ પ્રતાપભાઈ વાખળાએ તેની પત્ની સાથે તેના ગામના બારીયા ફળિયાનો મુકેશભાઈ બાબુભાઈ બારીયા આડો સંબંધ રાખતો હોવાની અદાવત રાખી તકરાર કરી હતી. ત્યારબાદ ધાનપુર તાલુકાના લખણ ગોજીયા ગામના મુકેશભાઈ બાબુભાઈ બારીયા તથા શૈલેષભાઈ દીપસીંગભાઈબારીયા બંને જણા એક બાઈક ઉપર બેસીરામપુર ગામેથી લખણપુર ગામે જતા હતા.

સ્કોર્પીયોથી બાઈકને ટક્કર મારી પાડી દેતા જીવલેણ ઈજાઓ પહોંચી તે દરમિયાન ઇશ્વર પ્રતાપ વાખળા પોતાની જીજે-17-બીએ-6667 સ્કોર્પિયો ગાડીથી મુકેશ બારીયા તથા તેની સાથેના યુવકને મારી નાંખવાના ઈરાદે બાઈકને ટક્કર મારી નીચે પાડી દઈ જીવલેણ ઈજાઓ પહોંચાડી ગાડી લઇને નાસી ગયો હતો.

હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામા આવ્યો
​​​​​​​આ સંદર્ભે મુકેશભાઇ બાબુભાઇ બારીયા ધાનપુર પોલીસ મથકે ઇશ્વર પ્રતાપ વાખળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કોશીષનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...