અલવિદા:12 વર્ષની ઉંમરે ગડીના કિલ્લે તિરંગો લહેરાવી અંગ્રેજોને પડકારનાર દાહોદના પ્રિયવદનભાઇ દેસાઇનુ નિધન

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વિસ્તારના અંતિમ સ્વતંત્રતા સેનાનીએ 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા અંગ્રેજોએ પ્રિયવદનભાઇ દેસાઇને 15 માસની સજા અને રૂ. 30 હજારનો દંડ ફટકાર્યો હતો

દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદીની લડાઇમાં પોતાનુ યોગદાન આપ્યુ હતુ. તેમાં દાહોદ અને ગ્રામ્ય વિસ્તારોના 60થી વધુ વીરલાઓ હતા. ત્યારે દારહોદ શહેરના અંતિમ સ્વાતંત્ર્ય સેનાનીનુ પણ 92 વર્ષની જૈફ વયે નિધન થઇર ગયુ છે. તેઓએ 12 વર્ષની નાની વયે 1942માં દાહોદની ગડીના કિલ્લા પર તિરંગો લહેરાવ્યો હતો.જે થી તેમને 15 માસની જેલની સજા અંગ્રેજ સરકારે ફરમાવી હતી.

દાહોદની અમૃતવાડી સોસાયટીમાં રહેતાં 92 વર્ષીય પ્રિયવદનભાઇ દેસાઈ, દાહોદના સ્વાતંત્ર્ય સંગ્રામના લાસ્ટ લેજન્ડ હતા. તા. 30-71930ના રોજ જન્મેલા પ્રિયવદનભાઈ, દેશદાઝને લઈને વિદ્યાર્થીકાળથી જ સ્વતંરિત્રતા સંગ્રામના જે તે કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. તેઓ પહેલેથી જ ક્રાંતિકારી વિચાર ધારા ધરાવતા હતા. આખાયે દેશમાં અંગ્રેજો ભારત છોડોની ચળવળ ચાલતી હતી ત્યારે પ્રિયવદનભાઇના દિમાગમાં 12 વર્ષની નાની વયે પણ દેશને આઝાદ કરાવવા માટે કંઇક કરવાની ખેવના જન્મી હતી પરંતુ બાળ વયમાં કેવું ક્રાતિકારી પગલુ ભરવુ તે વિચારવુ પણ અશક્ય હોય. તેમ છતાં પ્રિયવદનભાઇને પોતાના દેશના ગૌરવ સમાન તિરંગા પર ગર્વ હતો અને આઝાદ ભારતની ઓળખ એવા તિરંગો તેમણે 12 વર્ષની નાની ઉંમરમાં પણ ગડીના કિલ્લા પર ચઢીને લહેરાવી દેતાં ગોરી સરકારના શાસકોના પેટમાં તેલ રેડાયુ હતુ.

પરિણામે બાળકને પણ 15 માસ, એક દિવસની કાચી જેલની સજા ફટકારવામાં આવી હતી. સાથે તે જમાનામાં 30 રુ.રોકડનો દંડ પણ કરવામાં આવ્યો હતો. જોકે, નાની ઉંમર હોવાને કારણે તેમને દાહોદની જેલમાં જ રાખવામાં આવ્યા હતા તેવી માહિતી પણ મળી છે. ત્યારે દાહોદના આઝાદીના લડવૈયાઓ પૈકીનો અંતિમ વીરલો પણ પંચમહાભુતમાં વિલીન થઇને ઇતિહાસ બની ગયો છે.

સેનાનીની તસવીર
સેનાનીની તસવીર

1996-97માં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા તે સમયે હયાત હોય તેવા દાહોદના 25 જેટલા સ્વતંત્રતાસેનાનીઓનો સન્માન સમારંભ યોજેલો. જેમાં દાહોદના નગરશેઠ ગિરધરલાલ શેઠ, પ્રિયવદનભાઈ દેસાઈ સહિત તમામ હયાત ભડવીરો સન્માનિત થયા હતા.

તેમનુ નામ યાદીમાં સમાવિષ્ટ છે.સજાનો પણ ઉલ્લેખ કરેલો છે
તેમનુ નામ યાદીમાં સમાવિષ્ટ છે.સજાનો પણ ઉલ્લેખ કરેલો છે

મહત્વની બાબત એ છે કે, ફ્રીડમ ફાઈટર્સ પેન્સન સ્કીમ (FFPS) આઝાદીની 25મી સંવત્સરીના વર્ષ દરમિયાન 15 ઓગસ્ટ 1972ના રોજ દાખલ કરવામાં આવી હતી. જે અંતર્ગત મળતું પેન્શન પણ ગિરધરલાલ શેઠ અને પ્રિયવદનભાઈ દેસાઈ, એ બે સ્વતંત્રતા સેનાનીઓએ ક્યારેય લીધું નથી જે દાહોદની ઐતિહાસિક ભુમિ માટે ગૌરવપ્રદ છે.

અન્ય સમાચારો પણ છે...