તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સરવાણી:લાયન્સ ક્લબ ઓફ દાહોદ દ્વારા અંતિમ ક્રિયા કરતા સેવાભાવી અને આરોગ્યકર્મીઓમાં PPE કીટનું વિતરણ કરાયું

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 120 પીપીઈ કીટ સુપરત કરવામા આવી આ પહેલા સહયોગ ક્રેડીટ સોસાયટી દ્વારા 500 PPE કીટનું દાન કરાયું હતું

દાહોદમાં કોરોના કાળ વચ્ચે સેવાભાવીઓ પણ વિવિધ રીતે પોોતાની ફરજ નિભાવી રહ્યા છે.તેના ભાગ રુપે દાહોદ લાયન્સ ક્લબ દ્રારા 120 પીપીઇ કીટ્સનુ દાન કરવામાં આવ્યુ છે.જિલ્લામાં પણ સૌ કોઇ યથા શક્તિ યોગદાન આપી રહ્યા છે.

દાહોદ જિલ્લામાં કોરોના મામલે થોડી રાહત થઇ હોવાનું કહેવાય છે પરંતુ ટેસ્ટની સંખ્યા પણ ઘટી ગઇ છે.જો કે એકંદરે મૃત્યુ આંક ઘટ્યો હોવાની માહિતી મળી છે.તદઉપરાંત સરકારી ઝાયડસ હોસ્પીટલમાં હવે પથારીઓની અછત પણ વર્તાતી નથી.જેથી દર્દીઓએ એમેબ્યુલન્સમાં રહીને સારવાર મળવવાની કે સારવારની રાહ જોવી પડતી નથી.જેને કારણે દવાખાનાનો સ્ટાફ પણ થોડી રાહત અનુભવી રહ્યો છે.

કોરોનામાં કેટલાયો પરિવારો જુદી જુદી રીતે ભીંસમાં મુકાઇ ગયા છે ત્યારે નામી અનામી સેવાભાવીઓ આગળ આવીને પોતાની સામાજીક જવાબદારીઓ પણ દા કરી રહ્યા છે.ભોજનની સેવા તો જાણે અવિરત લવહેતી રહે છે ત્યારે દર્દીઓના ઘર સુધી ભોજન પહોંચાડનારા ભર બપોરે પણ પોતાની સેવા માંથી ચુક્તા નથી.

જિલ્લામાં આરોગ્ય કર્મીઓનું પણ વહીવટી અધિકારીઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે.રાજ્ય સરકારમાંથી આવતી સામગ્રીમાં ક્યારેક અછત સર્જાયા છે ત્યારે તંત્ર કોઇ સેવાની ટહેલ નાખે છે તેને સંપૂર્ણ પ્રતિસાદ મળી રહ્યો છે.તેના ભાગ રુપે પીપીઇ કિટ્સના દાનની સરવાણી વહેતી રહી છે.નાગરિકો તેમજ વેપારીઓ પીપીઇ કિટ્સ આપી ચુક્યા છે.ત્યારે સહયોગ ક્રેડીટ સોસાયટી દ્રારા 500 પીપીઇ કીટ્સ આપવામાં આવી હતી.બીજી તતરફ લાયન્સ ક્લબ ઓફ દાહોદ ના પ્રમુખ જયકિશન જેઠવાણી,મંત્રી સજ્જાદ ભાટિયા તેમજ સહમંત્રી ફિરોઝ લેનવાલાના હસ્તે કલ્બ તરફથી અંતિમ ક્રિયામાં સેવા આપતા સેવાભાવીઓ માટે 50 પીપીઇ કિટસ અને આરોોગ્યકર્મીઓ માટે 70 કિટ્સ નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવેને સુપરત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...