દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાંથી એક પરિણીતાનુ ભર બજારમાંથી અપહરણ થઈ જતા ચકચાર મચી ગઈ છે. ચાર જેટલા ઈસમોએ પુર્વ આયોજીત કાવતરૂં રચી પરિણીતાનું અપહરણ કરી કોઈક સ્થળે ગોંધી રાખતાં આ સંબંધે પરિણીતાના પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ગત તા.7 ઓગસ્ટ ના રોજ સવારના સાડા અગીયાર વાગ્યાના આસપાસ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી એક પરિણીતા કોઈ કામ અર્થે દેવગઢ બારીયા બજારમાં આવી હતી. આ દરમિયાન દેવગઢ બારીયા તાલુકાના દુધિયા ગામે નદી ફળિયામાં રહેતાં ભુપત ગલાભાઈ રાઠવા, મુકેશ ભુપતભાઈ રાઠવા, પરસોત્તમ મોહનભાઈ રાઠવા અને હિંમત નવલસિંહ રાઠવાનાઓએ પરિણીતાનું ખુલલેઆમ અપહરણ કરી ફરાર થઈ ગયા હતા.
પરિણીતાના સંબંધીઓએ શોધ ખોળ કરવા છતા તેનો પતો લાગતો નથી. જેથી તેને જગ્યાએ ગોંધી રાખી હોવાનુ લાગી રહ્યુ છે. છેવટે આ સંબંધે પરણિતાના પતિએ ઉપરોક્ત ચારેય જણા વિરૂદ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ જિલ્લામા છેલ્લા કેટલાંક સમયથી કેટલાંક ચોક્કસ વિસ્તારોમા જ મહિલાઓ તેમજ સગીરાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી જતા મહિલાઓની સુરક્ષા મામલે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.