તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શંકાસ્પદ મોત:​​​​​​​ગરબાડાના મીનાક્યારના તળાવમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસમા જુદા જુદા સ્થળોએથી મૃતદેહ મળ્યા હતા

દાહોદ જિલ્લામાં અજાણી વ્યક્તિઓના મૃતદેહો વિવિધ જગ્યાએથી મળવાનો સિલસીલો રહ્યો છે. આજે ફરીવાર ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામેથી ગામના એક તળાવમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવતાં તળાવ પાસે ગ્રામજનો એકઠા થઈ ગયાં હતાં અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને તળાવમાંથી બહાર કાઢી લાશને પીએમ અર્થે નજીકના દવાખાને રવાના કરવામાં આવી છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ - ચાર દિવસના સમયગાળા દરમ્યાન જિલ્લામાંથી ત્રણ થી ચાર વ્યક્તિઓની લાશ મળી હતી. ચાર દિવસમાં બે મહિલા અને બે પુરૂષોના અલગ અલગ સ્થળેથી મૃતદેહો મળ્યાં હતાં ત્યારે આજે ફરીવાર ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે ગામના તળાવમાં એક લાશ તરતી દેખાતા સ્થાનીકો તળાવ ખાતે એકઠા થઈ ગયાં હતાં. આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક તળાવ ખાતે દોડી ગઈ હતી .જ્યાં સ્થાનીક તરવૈયાઓની મદદથી લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી.

લાશને બહાર કાઢતાં લાશ પુરૂષની હોવાનું માલુમ પડ્યું હતું પરંતુ હાલ સુધી આ મૃતકના પરિવારજનોનો કોઈ પત્તો લાગ્યો નથી .ત્યારે જિલ્લામાં અજાણ્યા વ્યક્તિઓની મળતી આવતાં મૃતદેહોને પગલે અનેક શંકા - કુશંકાઓએ જન્મ લીધો છે. મીનાક્યાર ગામેથી મળી આવેલ આ અજાણ્યાં પુરૂષની લાશને તળાવમાંથી બહાર કાઢ્યાં બાદ પોલીસે તેને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે રવાના કરવામાં આવી છે ત્યારે આ વ્યક્તિ ક્યાંનો હશે? અને અહીં કેવી રીતે આવ્યો? અને તેની આત્મહત્યા કરી હશે કે તેની હત્યા કરી દેવામાં આવી હશે? જેવા અનેક સવાલો પંથકવાસીઓમાં ઉદ્‌ભવવા પામ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...