તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યારો ભાણેજ:દાહોદમાં યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ ભાણેજે કૌટુંબિક મામાની હત્યા નિપજાવી, પોલીસે ભાણેજની અટકાયત કરી

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાણેજ જે યુવતીને એક તરફી પ્રેમ કરતો હતો તે જ યુવતી સાથે મામાની મુલાકાત હત્યાનું કારણ બની

દાહોદ તાલુકાના મુવાલીયા ગામે તળાવમાંથી શહેરના ગલાલીયાવાડના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી લેવામાં સફળતાં મેળવી છે. મૃતક યુવકના કુટુંબી ભાણેજે જ એક યુવતી સાથેના એક તરફી પ્રેમને કારણે પોતાના મામાને મોતને ઘાટ ઉતાર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ગતરોજ મોડી રાત્રીના સમયે દાહોદ તાલુકાના મુવાલીયા ગામના તળાવમાં શહેરના ગલાલીયાવાડમાં રહેતાં શ્યામ બુધારામ પારગીની લાશ તળાવના પાણીમાંથી મળી આવી હતી. મૃતક શ્યામને આંખના ભાગે તેમજ માથાના ભાગે બોથડ પદાર્થથી ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનું માલુમ પડ્યું હતું. અને આ સંબંધે મૃતક યુવકના પિતા દ્વારા આ સંબંધે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ પણ આજરોજ નોંધાવી હતી.

પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને આરોપીને શોધી પકડી પાડવા માટે એલ.સી.બી. અને દાહોદ તાલુકા પોલીસની સંયુક્ત ટીમે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ તેમજ સ્થાનિક બાતમીદારોના મારફતે પોલીસે તપાસ આગળ વધારી હતી. પોલીસને સ્થાનિકો પાસેથી જાણવા મળ્યા અનુસાર, મૃતક શ્યામનો કુટુંબી ભાણેજ અવાર નવાર તેના મામાના ઘરે ગલાલીયાવાડ ગામે આવતો જતો હતો અને તેના મામાના ગામની એક છોકરીના તે એક તરફી પ્રેમમાં હતો. તેના મામા શ્યામ પણ એ જ છોોકરીને મળતો હતો અને વાતચીત પણ કરતો હતો. શ્યામ આ છોકરી સાથે વાતચીત કરતો હોવાનું કુટુંબી અર્જુનભાઈને જાણ થતાં તેના અને શ્યામ વચ્ચે અગાઉ બોલાચારી અને ઝઘડો તકરાર પણ થયો હતો. આ માહિતી પોલીસને મળતાં પોલીસે તાત્કાલિક કુટુંબી મામા અર્જુનભાઈનીઅટકાયત કરી તેની સઘન પુછપરછ હાથ ધરી હતી.

પોલીસ પુછપરછમાં અર્જુને કબલ્યું હતું કે, બંન્ને વચ્ચે એક જ છોકરીના પ્રેમ સંબંધ બાબતે બોલાચાલી થઈ હતી. આ બાદ અર્જુને શ્યામને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન ઘડી કાઢ્યો હતો. બનાવના દિવસે અર્જુનનો જન્મ દિવસ હોય અને જન્મ દિવસની ઉજવણીના બહાના હેઠળ શ્યામને તેના ઘરે બોલાવ્યો હતો અને તેની મોટરસાઈકલ લઈ બંન્ને રાબડાળ આવ્યાં હતાં. જ્યાંથી બંન્ને મુવાલીયા ગામના તળાવ ઉપર આવ્યાં હતાં ત્યાં તળાવના કિનારે મૃતક શ્યામને લઈ જઈ અર્જુને તળાવમાં શ્યામને ધક્કો મારી દીધો હતો અને શ્યામ તળાવમાંથી બહાર નીકળવાની કોશિષ કરતાં કિનારે ઉભેલા અર્જુને બાજુમાં પડેલા મોટા પથ્થર વડે શ્યામના માથાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ત્યાંજ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.આમ, આરોપી અર્જુન રતનભાઈ નિનામાની પોલીસે અટકાયત કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...