તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા કે આત્મહત્યા?:​​​​​​​દાહોદ જિલ્લાને અડીને આવેલા MPના સેમલપાડા ગામમાં ઝાડ પરથી યુવક-યુવતીની લટકતી હાલતમાં લાશ મળી

દાહોદ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મૃતક યુવક દાહોદના અભલોડનો રહેવાસી યુવતીની ઓળખ મેળવવા તપાસ શરૂ

મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના થાંદલા તાલુકાના સેમલપાડા ગામના કાળીરૂંડી ફળીયાના એક ઝાડ પર યુવક-યુવતીની લાશ લટકતી જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે ઝાડ પર લટકેલા યુવક યુવતી બન્ને પ્રેમી પંખીડા હોવાની આશંકા સેવાઈ રહી છે. ત્યાર થાદલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોએ સરપંચ દેવાભાઇ ડામોરને જાણ કરતા સરપંચ દેવા ડામોરે થાદલા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી.અને બન્ને લાશની તલાશી લેતા તેમાંથી યુવક પાસેથી મોબાઈલ ફોન તેમજ આધારકાર્ડ મળી આવ્યુ હતુ .જેમાં મરણજનાર યુવક દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અપલોડ 22 વર્ષીય નિલેશભાઈ રમેશભાઈ બારીયા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે યુવતી અંગે કોઈ ઓળખ છતી ન થઇ હતી.જેથી પોલીસે યુવકના સગા સંબંધીઓને જાણ કરી અત્રે બોલાવ્યા છે.જે બાદ આ યુવતીની ઓળખ છતી થશે તેમ થાદલાના પોલીસ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.

તો બીજી તરફ આ બનાવ સજોડે આત્મહત્યાનો છે કે પછી હત્યાનો તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો