તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં વિશ્વ નર્સિસ ડેની ઉજવણીમાં સીઓઓએ નર્સીંગ સ્ટાફનો આભાર માન્યો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને મોમેન્ટો પણ એનાયત કરાયા

કોરોના કાળમાં લોકો નર્સોની સેવાને બિરદાવી રહ્યાં છે. ત્યારે કેટલાયે સરકારી, અર્ધ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં કેટલીયે નર્સોએ કોરોના દર્દીઓની જીવના જોખમે સેવા કરી રહી છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં વિશ્વ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તણાવ ભર્યા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાતા લોકોએ હળવાશ પણ અનુભવી હતી.

દર્દીઓની સૌથી નજીક કોઇ રહેતુ હોય તો તે નર્સ છે

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના મહત્તમ દર્દીઓ છે. જેમની સારવાર ડોક્ટર્સ અને નર્સ કરી રહ્યાં છે. અતિ મહત્વની વાત એ છે કે કોરોના દર્દીઓની સૌથી નજીક કોઇ રહેતુ હોય તો તે નર્સ છે. કારણ કે ડોક્ટર તેમની ફરજ દરમિયાન દર્દીને તપાસ કરી તેની સારવાર શું કરવાની છે, ક્યારે કરવાની છે તેનું લેખિત અને મૌખિક માર્ગદર્શન આપી જાય છે. ત્યાર બાદ તેનું અમલીકરણ નર્સે કરવાનું હોય છે.

42 ડીગ્રીમાં પીપીઇ કીટ પહેરીને નર્સીંગ સ્ટાફે સારવાર કરી

નર્સની ડ્યુટી ઓછામાં ઓછી 8 કલાકની હોય છે. ત્યારે હાલમાં કોરોના કાળમાં ફરજ દરમિયાન 42 ડીગ્રીમાં પીપીઇ કીટ પહેરીને નર્સીંગ સ્ટાફ દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ત્યારે આજે ઝાયડસ હોસ્પિટલમાં સીઓઓ ડો.સંજય કુમાર, ડીન ડો.સી.બી.ત્રિપાઠી, મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.હઠીલા, મેનેજર પ્રકાશ પટેલ, હેતલ રાવ તેમજ વિશાલ પટેલની ઉપસ્થિતિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નર્સોને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીઓઓએ કલેક્ટર વિજય ખરાડી, સીડીએચઓ ડો.સી.આર.પટેલ તેમજ અધિક આરોગ્ય અધિકારી ડો.આર.ડી.પહાડીયાનો આભાર માન્યો હતો. તેમણે કલેક્ટરને સાચા કોરોના વોરિયર જિલ્લામાં હોવા તે સદનસીબ છે તેમ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...