તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદવહન સિંચાઇ:હવે ખેડૂતો બારેમાસ પાક લેશે, ઝાલોદમાં રૂા.1.28 કરોડના ખર્ચે કાર્યરત થયેલી યોજનાનું જસવંતસિંહ ભાભોરના હસ્તે લોકાર્પણ

દાહોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના અંતરિયાળ ગામોના 230 એકર વિસ્તાર સુધી બે ઉદવહન સિંચાઇ યોજનાઓ પૂર્ણ થતાં ખેડૂતો સુધી સિંચાઇના પાણી પહોંચ્યા છે. અંદાજે સવા કરોડના ખર્ચે તૈયાર થયેલી આ બે ઉદવહન સિંચાઇ યોજનાથી આ વિસ્તારનાં 120 ખેડૂતો બારેમાસ પાક લઇ શકશે. સાંસદ જસવંતસિંહ ભાભોરે આ બંને ઉદ્વહન સિંચાઇ યોજનાનું આજે ઝાલોદ ખાતે લોકાર્પણ કર્યું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ઝાલોદના ચાકલીયા ગામે 53.18 લાખના ખર્ચે ઉદવહન સિંચાઇ યોજના પૂર્ણ કરવામાં આવી છે. અહીંના 40 હેક્ટર વિસ્તારમાં કાળી નદીના પાણીનો લાભ મળશે અને 50 જેટલા ખેડૂતો સમૃદ્ધિની તરફ આગળ વધે માટે 576 મીટર લાંબી મુખ્ય લાઇન તેમજ 2571 મીટરની ડિસ્ટ્રીબ્યુશન લાઇનનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરાયું છે. ઘોડિયામાં 75.78 લાખના ખર્ચે ઉદવહન સિંચાઇ યોજના પૂર્ણ થતાં 53 હેક્ટરમાં કાળી નદીનો પાણી મળશે તેમજ 70 જેટલા ખેડૂતો બારેમાસ પાક લઇ શકશે. આ માટે 845 મીટર લાંબી મુખ્ય લાઇન અને 3073 મીટરની ડિસ્ટ્રીબ્યુશન લાઇન તૈયાર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...