તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સંજેલીમાં અરજદાર સાથે ગેરવર્તણૂક કરવા બદલ હોદ્દા પરથી દૂર કરવા નોટિસ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારને માર મારી એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી આપવાની રજૂઆત

સંજેલી માંડલી રોડ પર આવેલી ગૌચરની જમીનમાં સરપંચ કિરણભાઇ રાવત અને તેના પરિવાર દ્વારા ગૌચરની જમીનમાં થયેલા દબાણને લઈને દબાણ દૂર કરવાની વારંવાર રજુઆત કરાતા તા 14મીને સોમવારના રોજ તાલુકા વિકાસ અધિકારી હરેશ મકવાણા ની ટીમે અરજદાર અને તેના પુત્રને સાથે રાખી સ્થળ તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન સરપંચના ઘર તરફની માપણી કરાતા સરપંચ કિરણ રાવત અને તેના પરિવારો તાલુકા ટીમની ઉપસ્થિતિમાં જ અરજદાર જશવંતસિંહ ચૌહાણ અને તેના પુત્ર વીરેન્દ્ર પર હુમલો કર્યો હતો અને જાહેરમા ગડદાપાટુનો મારમારી એટ્રોસિટી હેઠળ ફસાવી દેવાની ધમકી આપી હતી.

બનાવની જાણ થતાં જ ગામના આગેવાનો અને વેપારીઓ દ્વારા એક દિવસ બજારની દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ નિર્ણયને સ્થગિત કરી તા. 15મીને મંગળવારના રોજ અરજદાર અને ગામના આગેવાનો દ્વારા સરપંચ અને તેના કુટુંબીઓ દ્વારા કરેલા હુમલાને વખોડી કાઢી સરપંચ સામે પોલીસ ફરિયાદ કરી પંચાયત ધારાધોરણ મુજબ કાર્યવાહી કરી જિલ્લા કલેકટર અને તાલુકા વિકાસ અધિકારીને ન્યાયની લેખિત રજુઆત કરવામાં આવી હતી.

જેને ધ્યાને લઇ તા. 16 મીના રોજ સરપંચે ગેરવર્તણુક કરવા અને અરજદાર અને તેના પુત્રને જાહેરમાં ગડદાપાટુનો મારમારી એટ્રોસિટીમાં ફસાવી દેવાની ધમકી બાબતે સંજેલી ટીડીઓએ સરપંચને સાત દિવસમાં લેખિત ખુલાસો કરવા જણાવ્યુ હતુ જો સંતોષકારક ખુલાસો કરવામાં નહી આવે તો પંચાયત અધિનિયમ 1993ની કલમ 57-1 મુજબ કાર્યવાહી માટે જિલ્લા વિકાસ અધિકારીને દરખાસ્ત મોકલવા માટે કારણદર્શક નોટિસ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...