નોટિસ:દાહોદમાં 12 કલાક પહેલાં જ બનેલા માર્ગને એજન્સીએ ફરી ખોદતાં નોટિસ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસના CCTVનું કામ કરાતું હતું: રૂ 1 લાખના નુકસાનને ભરપાઇ કરવા સૂચના
  • સરકારી વિભાગ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહેતા ન હોવાનો નોટિસમાં ઉલ્લેખ

દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં સરદાર ચોક પાસે તા.31-ઓક્ટોબર 2021ના રોજ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નવીન ડામર રોડની કામગીરી રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી. જેને 12 કલાક પણ થયા ન હતા. ત્યારે પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાનું કામ કરતી એજન્સી દ્વારા કોઇ કામ અર્થે મનસ્વી રીતે બ્રેકર દ્વારા રોડ તોડી નાંખ્યો હતો. તેના કારણએ નવીન ડામર રોડને અંદાજીત એક લાખ રૂપિયાનું નુકસાન થયુ હતું.

આ મામલે નગરપાલિકા દ્વારા એજન્સીને નોટિસ પાઠવીને તેમાં જણાવાયુ હતું કે, રસ્તાને થયેલા નુકસાનના એક લાખ રૂપિયા ત્રણ દિવસમાં નગરપાલિકા કચેરીએ ભરી જવા, નગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દવારા વારંવાર જણાવવા છતાં પાલિકા કચેરીની ટેકનિકલ શાખાનો સંપર્ક કર્યો નથી, એન.ઓ.સી મેળવી નથી. આમ એક સરકારી વિભાગ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહેતા ન હોવાનો નોટિસાં ઉલ્લેખ કરાયો હતો. આ સાથે મનસ્વી રીતે નગરપાલિકાના અન્ય રસ્તાઓને વાંરવાર નુકસાન પહોંચાડાતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

હવે પછી નગરપાલિકાની એન.ઓ.સી મેળવ્યા વિના આજ પ્રકારની કામગીરી કરવામાં આવશે નગરપાલિકા અધિનિયમની જોગવાઈઓ અનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાનું પણ નોટિસમાં જણાવાયુ હતું.

પોલીસ મથક સામેના રસ્તાનંુ નિર્માણ જરૂરી
દાહોદ શહેરના સ્ટેશન રોડ ઉપર પોલીસ મથક સામે સ્માર્ટ સિટી દ્વારા કામગીરી શરૂ કરીને ખાડા કરી દેવાયા હતાં. જોકે, દિવાળીના તહેવારને અનુલક્ષીને આ ખાડા પુરી દેવામાં આવ્યા હતાં. અહીં તુટી ગયેલા રસ્તા ઉપર થોડુ પેચ વર્ક પણ કરાયુ છે પરંતુ અહીં ઉડતી ધુળથી પ્રજા ભારે પરેશાની ભોગવી રહી છે ત્યારે આ રસ્તો પણ બનાવવો જરૂરી બન્યો છે.

ચીફ ઓફિસર દ્વારા નોટિસ અપાઇ છે
પડાવ વિસ્તારમાં રસ્તાના નિર્માણના 12 કલાકમાં જ નેત્રમ એજન્સી દ્વારા ખોદી નખાતા નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે. >રાજેશ સહેતાઇ, પક્ષના નેતા, દા.ન.પા

અન્ય સમાચારો પણ છે...