દિવાળીની ઉજવણી:આજે નવા વર્ષને હરખભેર વધાવાશે

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીની ધૂમધડાકા સાથે દિલથી ઉજવણી કરાઇ: મંગળવારે સૂર્યગ્રહણને કારણે મંદરોના દ્વાર બંધ રખાયા

દાહોદ જિલ્લામાં પ્રજાએ સોમવારની રાત્રે દિવાળી-નુતનવર્ષના નવા ચોપડાઓનું પુજન કરી લક્ષ્મીજીને પ્રાર્થના કરી આતશબાજી સાથે દિવાળીની ધુમધડાકા સાથે દિલથી ઉજવણી કરી હતી. ત્યારે મંગળવારના પડતર દિવસ બાદ બુધવારના રોજ હરખભેર નવા વર્ષને વધાવવામાં આવશે. બુધવારે શહેર સહિત જિલ્લામાં સ્નેહ સાથે એકબીજાને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવશે. દાહોદ શહેર સહિત જિલ્લામાં સોમવારની રાત્રે દિવાળીની ધુમધડાકા સાથે ઉજવણી બાદ મંગળવારના રોજ સૂર્યગ્રહણ હોવાથી મંદીરોના પટ બંધ રાખવામાં આવ્યા હતાં.

બુધવારના રોજ નવા વર્ષના દિવસે ઉત્સવપ્રિય પ્રજા સવારે એમ.જી રોડ અને સાંજે સ્ટેશન રોડ ઉપર ઉમટી પડશે.ગત વર્ષનાં માઠા અનુભવને ત્યજી અને નિરાશાને ખંખેરીને આગામી વર્ષને વધુ સુખમય અને પ્રગતિમય બનાવવા સંકલ્પબદ્ધ બનશે. દાહોદ શહેર તાલુકા સાથે ગરબાડા, લીમખેડા, ધાનપુર, દેવગઢ બારિયા, સંજેલી,ફતેપુરા, સિંગવડ અને ઝાલોદ તાલુકામાં દિલથી દિવાળીની ઉજવણી સાથે નવા વર્ષની પણ ઉત્સાહભેર ઉજવણી કરશે. આ ઉપરાંત વડીલોના આર્શીવાદ અને દેવદર્શન સાથે નવાવર્ષના વધામણા કરી બીજા દિવસે ભાઇબીજનો તહેવાર પણ પ્રેમપૂર્વક ઉજવશે. દિવાળી બાદ નુતનવર્ષને આવકારવા માટે નગરજનોમાં ભારે ઉત્સાહ જણાય છે.

અન્ય સમાચારો પણ છે...