તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કોરોના સામે જાગૃતિ માટે નવી પહેલ

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝુંબેશ બાદ પણ બેદરકાર રહેતા લોકો સામે વિવિધ એક્ટ અન્વયે કડક કાર્યવાહી કરાશે

દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ વડા હિતેશ જોયસરની આગેવાનીમાં કોરોના સામે લોકજાગૃતિ લાવવાના હેતુસર બે દિવસીય નવતર ઝુંબેશ અંતર્ગત જિલ્લાના પોલીસકર્મીઓ દ્વારા માસ્ક પહેરવા બાબતે બેદરકાર રહેતા લોકોને 30 હજાર માસ્કનું વિતરણ કરવા સાથે ‘કોરોના એપ્રોપીએટ બિહેવીયર’ એટલે કે કોરોના સામે સાવચેતીના પગલાંઓ બાબતે લોકોને માહિતગાર કરવામાં આવશે. ઝુંબેશના આ બે દિવસ તો માસ્ક બાબતે કોઇ દંડ નહી લેવામાં આવે, પરંતુ ત્યાર બાદ માસ્ક સહિત કોરોના બાબતે જે લોકો બેદરકારી દાખવશે તેમના સામે કડક કાર્યવાહી કરવાનું પણ તેમણે જણાવ્યું છે.

આ દ્વિદિવસીય ઝુંબેશ વિશે માહિતી આપતા પોલીસવડા જોયસરે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થતા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 હજાર માસ્કનું નાગરિકોને વિતરણ કરીને માસ્ક પહેરવા માટે લોકોને જાગૃત કરવામાં આવશે. આ જનજાગૃતિ ઝુંબેશ બાદ પણ જે લોકો માસ્ક નથી પહેરતા, સામાજિક અંતરનું પાલન નથી કરતા, સેનિટાઇઝરનો ઉપયોગ નથી કરતા કે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા કોરોના સંબધિત નિયમોનું પાલન નથી કરતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં જાહેરનામાનો ભંગના કેસ કરાશે.

ઉપરાંત એપિડેમિક એક્ટ અન્વયે પણ લોકો સામું ગુનો દાખલ કરાશે. તેમણે ઉમેર્યું કે, પોલીસકર્મી અને તંત્ર દ્વારા કોરોના સામે ચાલી રહેલી ઝુંબેશમાં સહયોગ આપે. પોલીસ કે તંત્રના કર્મચારીઓ સાથે આ બાબતે ઘર્ષણમાં ઉતરનાર વિરૂદ્ધ પાસા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે. આગામી હોળી-ધૂળેટીના તહેવારોમાં પણ ખાસ સાવચેતી રાખીને કોરોનાની તમામ સાવચેતીઓનું પાલન કરવાનું છે.

કોરોના વાઇરસને નાથવા માટે 30 ધન્વંતરિ રથો મેદાનમાં ઉતારાયા
દાહોદ જિલ્લામાં છેલ્લા એક અરસાથી વધી રહેલા કોરોના વાઇરસના કેસોને નિયંત્રિત કરવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી ધન્વંતરિ રથ શરૂ કરવામાં આવ્યા છે. ધન્વંતરિ રથ દ્વારા જનઆરોગ્યની સઘન ચકાસણીની સાથે લોકજાગૃતિનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર વિજય ખરાડીએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું કે, દાહોદમાં આઠ, લીમખેડા, સિંગવડ, સંજેલી, ગરબાડા અને ધાનપુરમાં બે-બે, દેવગઢ બારિયા, ફતેપુરા અને ઝાલોદમાં ચાર-ચાર ધન્વંતરિ રથો શરૂ કરવામાં આવ્યા છે. આમ દાહોદ જિલ્લામાં કૂલ 30 ધન્વંતરિ રથો કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

આ રથમાં તબીબો સાથેની એક ટીમ રાખવામાં આવી છે. જે લોકોના આરોગ્યની ચકાસણી કરી જરૂર પડે તો દર્દીઓને કોરોના ટેસ્ટ માટે રિફર કરશે.આ ઉપરાંત, દવાઓ પણ રથમાં રાખવામાં આવી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે, કોરોના વાઇરસના લક્ષણ જણાય તો તુરંત ટેસ્ટ કરાવી સારવાર કરાવી લેવા જોઇએ. ઉંમરથી લાયકાત ધરાવતા વ્યક્તિએ કોરોના વાઇરસની રસી લઇ લેવી જોઇએ. ખરાડીએ ઉમેર્યું કે, દાહોદમાં વધતા જતાં કોરોનાના કેસોને ધ્યાને રાખીને દેવગઢ બારિયા, ઝાલોદ અને લીમખેડા ખાતે કોવિડ કેર સેન્ટર ખોલવાનું આયોજન છે.

જરૂર પડે તો ત્યારે આ સ્થળોએ કોરોનાના માઇલ્ડ અને એસિમ્પ્ટોમેટિક દર્દીઓની સારવાર કરવામાં આવશે. કલેક્ટરે એમ પણ જણાવ્યું કે, પાડોશી રાજ્ય સાથે જોડાયેલી દાહોદ જિલ્લાની સરહદે પણ આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સરહદો ઉપર શંકાસ્પદ લાગતા દર્દીઓના ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 650થી વધુ દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના દર્દીઓ જ્યાં મળી આવે ત્યાં માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનને લગતી કાર્યવાહી કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના આપી છે. નાગરિકો પણ આ ઝોનને લગતા નિયમોનું ચુસ્તતાથી પાલન કરી સહયોગ આપે એ જરૂરી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો