તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ઝાલોદ ગ્રામ્યમાં સૌથી વધુ 18 કેસ સાથે જિલ્લામાં નવા 95 કેસ

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા હતા.દાહોદ જિલ્લામાં Rtpcr ટેસ્ટના 1691 સેમ્પલો પૈકી 60 અને રેપીડના 1182 સેમ્પલો પૈકી 35 સંક્રમિત હોવાનું નોંધાયું હતો. નવા કેસ‌ પૈકી દાહોદ શહેરના 9, દાહોદ ગ્રામ્યના 5, ઝાલોદ અર્બન 1, ઝાલોદ ગ્રામ્ય 18, બારિયા અર્બન 8, બારિયા ગ્રામ્ય 14, લીમખેડા 9, સીંગવડ 2, ગરબાડા 7, ધાનપુર 5, ફતેપુરા 13 અને સંજેલીના 4 નવા સંક્રમિતો નોંધાયા હતા. આ સાથે 107 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

છેલ્લા એક અઠવાડિયાથી રેપીડ કીટના અભાવે અને મૃત્યુદરને લઈને હોસ્પિટલોમાં ઓક્સિજન સહિતના બેડ ખાલી મળતા થયા છે. તો સાથે દાહોદમાં છેલ્લા બે- 3 દિવસથી ક્રમશ: સંક્રમણ પણ ઓછું થતું હોવાથી તા.13થી નવા અમલી બનનારા લોકડાઉનમાં વેપારીને વિવિધ છૂટછાટો મળશે તેવી આશા જન્મી છે.

ગરબાડામાં 8 દિ’ માટે સ્વૈચ્છિક લોકડાઉન
ગરબાડા મામલતદાર ગ્રામ પંચાયત સરપંચ અને તલાટી ની મીટીંગ યોજાઇ હતી. જેમાં તા. 12થી 8 દિવસ માટે સ્વેચ્છિક લોકડાઉનની માઇક ફેરવીને જાહેરાત કરી હતી. દૂધ અને શાકભાજી સવારના 9 વાગ્યા સુધી વેચી શકાશે. ત્યારબાદ મેડિકલ અને દવાખાના સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રાખવા જણાવ્યું હતું જે કોઈ વેપારી ઉલ્લંઘન કરશે તેની સામે કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...