ભાસ્કર વિશેષ:દાહોદમાં 11મીએ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમના સુચારૂ આયોજન-સંચાલન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક
  • મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી બને એ માટેનું જિલ્લા પ્રશાસનનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં આગામી તા. 11 સપ્ટેમ્બર, રવિવારે દાહોદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતોની આર્થિક સ્થિતિ ઉન્નત બને અને નાગરિકોના સુસ્વાસ્થ્ય માટે ગામ દીઠ 75 ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે આહ્વાન કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રે રવિવારે યોજાનારા ‘‘પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે પરિસંવાદ’’માં મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી બને એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં ગુરૂવારે યોજવામાં આવેલી પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે પરિસંવાદની બેઠકમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ માટેનું આયોજન કરવામાં આવ્યુું હતું. રાજ્યપાલની અધ્યક્ષતામાં યોજવામાં આવનારો આ પરિસંવાદ આગામી રવિવારે દાહોદ નગરનાં સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા પંડિત દિનદયાલ સભાગૃહ ખાતે યોજવામાં આવશે. ગુજરાત વિધાનસભાના દંડક રમેશભાઇ કટારા, સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા સહિતના મહાનુભાવો પણ ‘‘પ્રાકૃતિક કૃષિ – પ્રકૃતિના શરણે પરિસંવાદ’’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ માટેની તમામ વ્યવસ્થાઓનું આયોજન બેઠકમાં કરવામાં આવ્યું હતું. દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ કાર્યક્રમના આયોજન બાબતે જરૂરી માર્ગદર્શક સૂચનાઓ અધિકારીઓને આપવામાં આવી હતી. વધુમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિએ ખેડૂતોના આર્થિક ઉપાર્જનને બમણું તો કરશે જ તેમજ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પ્રાકૃતિક કૃષિ ખૂબ જ મહત્વની છે ત્યારે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં વધુમાં વધુ ખેડૂતોને સહભાગી થાય એ માટે અધિકારીઓને જણાવ્યું હતું. યોજવામાં આવેલી આ બેઠકમાં એએસપી જગદીશ બાંગરવા, ડીઆરડીએ નિયામક, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એલ. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...