સગીરાનું શોષણ:ફતેપુરાના પીપળીયાથી સગીરાનુ અપહરણ કરી નરાધમે ગોંધી રાખી, વારંવાર દુષ્કર્મ આચર્યુ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મે મહિનાની શરૂઆતમાં ઉઠાવી જઈ ગોંધી રાખી હતી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પીપળીયા ગામે એક 17 વર્ષીય સગીરાનું એક શખ્સે અપહરણ કર્યુ હતુ. અપહરણ કરી અવાર નવાર દુષ્કર્મ આચરતાં સગીરાએ ફરિયાદ નોંધાવી છે.

વાઘવડલા ગામના યુવકે શખ્સે કર્યુ હતુ
ગત તા.5 મી મેના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરાનું ફતેપુરા તાલુકાના વાઘવડલા ગામનો શખ્સ પીપળીયા ગામેથી અપહરણ કરી લઈ ગયો હતો. આ સગીરાનો ત્યાર બાદ કોઈ અતો પતો હતો નહી.

ગોંધી રાખી દુષ્કર્મ ગુજાર્યુ
આશરે ત્રણ માસથી સગીરાને કોઈક જગ્યાએ ગોંધી રાખી ત્યાં અવાર નવાર સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા જેમ તેમ કરી ઉપરોક્ત શખ્સના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી હતી.

સગીરાએ જ ભાગી આવી ફરિયાદ નોંધાવી
આ બનાવ સંદર્ભે સગીરાએ પોતાના પરિવારજનોને પોતાની આપવીતી સંભળાવતાં પરિવારજનો દ્વારા સગીરાને લઈ સુખસર પોલીસ મથકે લઈ આવી પહોંચી હતી. જ્યાં સગીરા દ્વારા ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...