તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુગારીઆઓ સક્રિય:ફતેપુરાના નાની ઢઢેલીમા 7 જુગારિયા ઝડપાયા,15,850 રુનો મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણના અંતિમ ચરણમા પણ જુગારીઆઓ સક્રિય

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના નાની ઢઢેલી ગામે જાહેરમાં પાના પત્તા વડે હારજીતનો જુગાર રમતાં 7 જુગારીઓને પોલીસે દબોચી લીધા હતા. તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 10,850 ની રોકડ રકમ કબજે કરી મોબાઈલ ફોન મળી પોલીસે કુલ રૂા.15,850નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

નાની ઢઢેલી ગામે ભેદી ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં હરેશભાઈ જીવાભાઈ પરમાર, રાકેશભાઈ પુંજાભાઈ કટારા, મુકેશભાઈ પારસીંગભાઈ પારગી, પારસીંગભાઈ કલાભાઈ ભેદી, ભગીરથભાઈ રણછોડભાઈ પરમાર, મિનેષભાઈ દિનેશભાઈ ભેદી અને સંજયભાઈ બાબુભાઈ પારગી (તમામ રહે. નાની ઢઢેલી અને માધવા, તા. ફતેપુરા, જિ.દાહોદ) નાઓ પત્તા પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં હતાં.

પોલીસને મળેલ બાતમીના આધારે જુગાર ધામ પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં પરંતું પોલીસે જુગારીઓને ચારેય તરફથી ઘેરી લઈ દબોચી લીધાં હતાં અને તેઓની અંગ ઝડતી અને દાવ પરથી કુલ રોકડા રૂપીયા 10,850અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂા.15,850નો મુદ્દામાલ પોલીસે કબજે લઈ ઝડપાયેલ જુગારીઓ વિરૂધ્ધ સુખસર પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...