ઈદ મુબારક:દાહોદમાં આતશબાજી કરી મુસ્લિમ બિરાદરોએ એક બીજાને શુભેચ્છાઓ પાઠવી

દાહોદએક મહિનો પહેલા
  • કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી તહેવારની ઉજવણી કરાઇ

દાહોદ શહેરમાં આજરોજ ઈદે મિલાદુનબીના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરવામાં આવ્યું હતું. દેશ, દુનિયામાં શાંતિ બની રહે તે માટેની પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

ઈદે મિલાદુનબીનો તહેવાર દાહોદ શહેરમાં મુસ્લિમ સમાજના નબી સાહેબના જન્મ દિવસના રૂપમાં મનાવવામાં આવ્યો હતો. દાહોદ શહેરના ઠક્કર ફળિયા, કસ્બા, જેવા વિસ્તારોમાં મુસ્લિમ બિરદારો દ્વારા આ તહેવારની હર્ષા ઉલ્લા સાથે ઉજવણી કરી હતી.

શહેરમાં ફટાકડા ફોડી ઉજવણી પણ કરવામાં આવી હતી. સરકારીની કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશ અને અને ગુજરાત રાજ્ય તેમજ દાહોદ શહેરમાં તમામ સમાજના લોકોમાં ભાઈચારો બની રહે તેવી પ્રાર્થના પણ મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...