આવેદનપત્ર:​​​​​​​દાહોદમાં વસીમ રીઝવી સામે મુસ્લિમ સમાજનો વિરોધ, આવેદનપત્ર આપી પુસ્તક પર પ્રતિબંધની માંગણી કરાઈ

દાહોદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસીમ રીઝવીએ ઈસ્લામ ધર્મના પયગમ્બર મુહમ્મદ વિરૂદ્ધ એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું
  • વસીમ રીઝવીએ કુરાન-એ-મજીદની આયતોને લઈને વિવાદિત બયાનો પણ આપેલાં છે
  • વસીમને કડકમાં કડક સજા કરવાની અને તેના પુસ્તક પર પ્રતિબંધની માંગ કરાઈ

વસીમ રીઝવી દ્વારા ઈસ્લામ ધર્મના એક પયગમ્બર વિરૂદ્ધ એક પુસ્તક પ્રકાશીત કરવામાં આવ્યું હતું. જેના પગલે આજે ગુરૂવારના રોજ દાહોદ શહેરમાં જમાત રઝા-એ-મુસ્તુફા અને મુસ્લીમ ઘાંચી પંચના મુસ્લીમ સમુદાયના લોકો દ્વારા વસીમ રીઝવી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય તેમના પુસ્તક પર પણ પ્રતિબંધ મુકવામાં આવે તેવી રજૂઆત સાથે દાહોદ પ્રાંત અધિકારીને આવેનદનપત્ર આપી સખ્ત વિરોધ દર્શાવાયો હતો.

દાહોદના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા વસીમ રીઝવી દ્વારા ઈસ્લામ ધર્મના એક પયગમ્બર વિરૂદ્ધ પ્રકાશીત કરાયેલા એક પુસ્તક મામલે આજે ગુરૂવારના રોજ દાહોદ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે વસીમ રીઝવી જેવા અમાનુષી કૃત્યો કરનારા લોકો આજે પણ દેશમાં પોતાની શૈતાની માનસિકતાનો બેબાક ચિતાર આપે છે. વસીમ રીઝવીએ એક સમયે ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ એવા કુરાન-એ-મજીદની આયતોને લઈને વિવાદિત બયાનો આપ્યા હતાં અને થોડા સમય અગાઉ ઈસ્લામ ધર્મના પયગમ્બર મુહમ્મદ વિરૂદ્ધ એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. એ પુસ્તકના તમામ શબ્દો શબ્દે જુઠાણાની વણઝાર ફેલાવી રહ્યાં છે. જેથી વસીમ રીઝવી સામે સરકાર દ્વારા કડકમાં કડક સજા કરવામાં આવે અને વસીમ રીઝવીને ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. સાથે સાથે ઉગ્ર વિરોધ અને રોષ સાથે દાહોદના મુસ્લિમ સમાજ દ્વારા દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ઉપરોક્ત રજુઆત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...